Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ શહેરની દેસાઈવાડા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ નેશનલ લેવલની કોમ્પિટિશનમાં ઝળક્યા.

સોલંકી કિશોરસિંહ.

રાષ્ટ્રીય કક્ષાની રંગોત્સવ સ્પર્ધા જે મુંબઈ દ્વારા આયોજિત હતી, તેમાં દાહોદ જિલ્લાનાં દાહોદ તાલુકાની દેસાઈવાડા પ્રાથમિક શાળાનાં ધોરણ 1 થી 8 નાં કુલ 123 વિદ્યાર્થીઓએ રંગપૂરણી સુલેખન, ચિત્રકામ, સ્કેચિંગ, કાર્ટુન મેકિંગ, કાર્ડ મેકિંગ, માસ્ક મેકિંગ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં શાળાનાં કુલ 22 વિદ્યાર્થીઓ વિજેતા જાહેર થયાં, જેમાં 10 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ, 7 વિદ્યાર્થીઓએ સિલ્વર મેડલ અને 4 વિદ્યાર્થીઓએ બ્રોન્ઝ મેડલ મેળવ્યાં. આ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યાં. સાથે સાથે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર પ્રાપ્ત થયાં. શાળાનાં વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા બદલ શાળાનાં આચાર્યશ્રી સંગીતાબેનને આર્ટ એન્ડ એજ્યુકેશન એવોર્ડથી, શિક્ષિકા બહેન શ્રીમતી નીલમબેન જાદવને કલાભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં. સાથે સાથે શાળાને પણ શ્રેષ્ઠ શાળા એવોર્ડ શિલ્ડ એનાયત કરવામાં આવ્યો. આ રીતે વિદ્યાર્થીઓએ શાળામાં બેઠાં બેઠાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ ઈનામ મેળવ્યાં.

Share

Related posts

ગ્રામપંચાયતના વહીવટદારનો ACB એ વહીવટ પકડ્યો : ૪૭,૫૦૦ ની લાંચ ભારે પડી

gujaratjanekta

લોકોમાં ભારે રોષ – નેતાઓને મોઢા ઉપર કહી દિધું દેખાડાબાજી બંધ કરો

gujaratjanekta

હર ઘર તિરંગા અભિયાન ફતેપુરા ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારા અને દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયારની પ્રેરક ઉપસ્થિતમાં”તિરંગા યાત્રા” યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial