Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં લુહારવાડા, પ્રભુતા પાર્ટી પ્લોટ તેમજ નગરપાલિકા ગ્રાઉંડ પર ગરબાનો રંગ જામ્યો

પંકજ પંડિત

નવરાત્રીના પાંચમા દિવસે ડી.વાય.એસ.પી પટેલ તેમજ પીચ.આઈ રાઠવાએ લુહારવાડામા માતાની આરતીનો લ્હાવો લીધોનવરાત્રિ એટલે ગુજરાતના લોકોના હૈયે ધડકતો ઉત્સવ. આખા ભારત તેમજ ભારત બહાર નવરાત્રીના ઉત્સવે જોર પકડયું છે. નવરાત્રીના ગરબા તો ગુજરાતના જ તે કોઈ પણ વ્યક્તિના મુખે સંભળાતો શબ્દ….નવરાત્રીના ગરબામા ગુજરાતના ગરબા ખેલૈયાઓ એ લોકોના હૈયે અનેરું સ્થાન મેળવેલ છે એટલે જ તો કોઈ પણ શુભ અવસર કે ધાર્મિક તહેવાર હોય ગરબા તો અચૂક રમાય જ.ઝાલોદ નગરમાં જેમ જેમ નવરાત્રીના દિવસો જતા જાય છે તેમ તેમ ગરબા ખેલૈયાઓનો જોશ અને ઉત્સાહ વધતો જાય છે. નગરમાં હાલ તો શેરી ગરબાએ જોર પકડયું છે નગરમાં દરેક વિસ્તારોમાં શેરી ગરબા થઈ રહેલ છે. નગરના મોટા નવરાત્રીના ગરબાઓમા પ્રભુતા પાર્ટી પ્લોટ , લુહારવાડા મિત્ર મંડળ, નગરપાલિકા વિસ્તાર, મુવાડા, ખાંટવાડા , પંચશીલ સોસાયટી, પોલિસ ગ્રાઉંડ, નવચેતન સોસાયટી, લાલજી મંદિર ફળિયા ,મહાલક્ષ્મી માતા મંદિર, વિશ્વકર્મા મંદિર જેવા અનેક વિસ્તારોમાં મોડી રાત સુધી ખેલૈયાઓ મન ભરીને ગરબે ઘૂમી રહેલ છે. લુહારવાડા વિસ્તારમાં મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવેલ છે ત્યાં મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમી રહેલ છે.તારીખ 07-10-2024 સોમવારના પાંચમા નવરાત્રિના દિવસે લુહારવાડા વિસ્તારમાં આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આનંદના ગરબામાં 108 ગરબા માથે લઈ બહેનો ગરબે ઘૂમી હતી. તેમજ આજની ગરબાની આરતી કરવા ઝાલોદ ડીવીઝનના ડી.વાય.એસ.પી પટેલ અને પી.આઈ રાઠવા માઁ અંબાની આરતી કરી હતી. તેમજ સાથે આવેલ અન્ય પોલિસ સ્ટાફ દ્વારા પણ આરતી કરવામાં આવી હતી.નવરાત્રિનો ઉત્સવ ખૂબ સારી રીતે ઉજવાય તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય તે માટે ઝાલોદ પોલિસ તંત્ર દ્વારા દરેક ગરબા રમતા વિસ્તારોમાં બંદોબસ્ત મુકવાનો આવેલ છે તેમજ નગરમાં પેટ્રોલીંગ કરી કાયદો વ્યવસ્થા સચવાય તેની પૂરતી તકેદારી પોલિસ તંત્ર દ્વારા રાખવામાં આવી રહેલ છે.

Share

Related posts

ધુળેટીની આગોતરી ઉજવણી: ભરૂચ જિલ્લા ભાજપ અને પત્રકારોનું ભોલાવ સર્કિટ હાઉસ ખાતે સ્નેહમિલન યોજાયું, એકમેકને રંગોથી રંગી શુભકામનાઓ આપી

Admin

કોંગ્રેસ પાર્ટી દ્વારા દાહોદ-ગરબાડા બેઠક વચ્ચે ઉમેદવારના નામોની જાહેરાત ને લઈ સસ્પેન્સ યથાવત: હાય કમાન્ડના મૌખિક આદેશ બાદ ચંદ્રિકાબેન આજે નામાંકન દાખલ કરશે.

Admin

ફતેપુરા મધ્ય ગુજરાત વિધુત બોર્ડ દ્વારા લાઈનમેન દિવસ અને સલામતી દિવસની ઉજવણી કરવામાં આવી હતી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial