Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરાના હિંદોલીયા માં મોડેલ સ્કૂલ નું ધારાસભ્ય રમેશભાઈ કટારા ના હસ્તે શિલાન્યાસ ૩૧ લાખ ના ખર્ચે આધુનિક સુવિધાઓથી નવનિર્મિત થશે રેસીડેન્સીયલ સ્કૂલ

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ઝારખંડ થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભર ની મોડેલ સ્કૂલ નો શિલાન્યાસ કર્યો
ફતેપુરા તાલુકાના હિંદોલીયા ખાતે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલનો શિલાન્યાસ ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો ૩૧ લાખ ના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ નવ નિર્માણ થશે મોડેલ સ્કૂલ. ઉપસ્થિત લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો.
ફતેપુરા તાલુકાના હિંદોલિયા ગામે મંજુર કરવામાં આવી હતી. જેનો શિલાન્યાસ કાર્યક્ર્મ બુધવાર ગાંધી જયંતિ ના દિવસે યોજાયો હતો. ઝારખંડ થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશભરની એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ નો શિલાન્યાસ કર્યો હતો. જેમાં હિંદોલીયા ખાતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કાર્યક્ર્મ યોજાયો હતો.ધારાસભ્ય રમેશભાઈ કટારા એ જણાવ્યુ હતું કે આદિજાતિના બાળકોને કેન્દ્રીય વિધાલય અને જવાહર નવોદય ધોરણે આદિજાતિના વિધાર્થીઓના શિક્ષણનું સ્તર શહેરી વિસ્તારના વિધાર્થીઓની સમકક્ષ થાય તેમજ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓ સાથે દરેક ક્ષેત્રે હરીફાઇ કરી શકે તે માટે ધોરણ ૬ થી ધોરણ ૧૨ સુધીનું વિના મૂલ્યે શિક્ષણ, રહેઠાણ, પુસ્તકો, ગણવેશ તેમજ ભોજન વગેરેની વિના મૂલ્યે સગવડો પૂરી પાડી એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલો ચલાવવામાં આવે છે. આ સ્કૂલ ૩૧ લાખ ના ખર્ચે નિર્માણ થશે.કાર્યક્ર્મ માં ધારાસભ્ય રમેશભાઈ કટારા તાલુકા પંચાયત પ્રમુખ ભરત પારગી, પ્રાંત અધિકારી ભાટીયા, જિલ્લા પંચાયત સભ્ય પ્રફુલભાઈ ડામોર, અલ્પાબેન ભાભોર, તાલુકા પંચાયત સભ્ય મિનેશભાઈ બારીયા, મામલતદાર વસાવા સરપંચ દલસુખભાઈ, બી આર સી મુકેશ પટેલ, સી. આર.સી કલ્પિત પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રમજનો ઉપસ્થિત રહ્યા હતા. અને વિડિઓ કોન્ફરન્સ થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો લાઈવ કાર્યક્ર્મ નિહાળ્યો હતો

Share

Related posts

ઝાલોદ નગરમાં શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિતે શિવજી એ નગરમાં અનેરું આકર્ષણ જમાવ્યું

gujaratjanekta

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે શ્રી અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદની રાષ્ટ્રીય બેઠક – વાર્ષિક સાધારણ સભા યોજાઈ

gujaratjanekta

108 દ્વારા દિવાળીમાં લોકો માટેના સૂચનો જારી કરાયા, જાણો ગત વખતે દિવાળીમાં કેટલા કેસ આવ્યા હતા સામે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial