Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ની સરકારી સંવર્ગ ની ચુંટણીમાં મહિલા ઉમેદવારી થી ‌વાતાવરણ ગરમાયું

આગામી 24/9/2024 ના રોજ યોજાનાર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ચુંટણીમાં ‌ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ઉમેદવાર ઉભા નહીં રાખતા મોટાભાગે બીનહરીફ ઉમેદવાર ચૂંટાયેલા જાહેર થયા છે હવે માત્ર શાળા સંચાલક અને સરકારી સંવર્ગ માં  ચુંટણી થવાની છે

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સરકારી સંવર્ગ માં ઉમેદવારી નોંધાવનાર મજબૂત મહિલા ઉમેદવાર શ્રીમતી ચેતનાબેન બચુભાઈ ભગોરા ને ટેકો જાહેર કરતાં વાતાવરણ ગરમાયું છે સંપૂર્ણ ગુજરાત માં મહિલા ઉમેદવાર તરીકે માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી પ્રથમ વખત કોઈ મહિલા લડી રહ્યા હોય તેવું પહેલીવાર બન્યું છે જેના કારણે વ્યાપકપણે સમર્થન જોવા મળી રહ્યું હોવાથી ચેતનાબેન ભગોરા નો વિજય નિશ્ચિત જણાઈ રહ્યો છે !!
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત નો ટેકો જાહેર થતાં હવે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ના બંને સરકાર માન્ય સંગઠનો સરકારી માધ્યમિક શૈક્ષિક મહાસંધ અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શૈક્ષિક મહાસંઘ તથા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના તમામ નવ સંવર્ગોના પદાધિકારીઓ ચેતના બેનને જીતાડવા માટે મેદાનમાં ઉતરતા હવે ચૂંટણીના પાછળ ના દિવસો માં દોડધામ જોવા મળે તેમ લાગી રહ્યુ છે.
અત્રે જાણવા મળ્યુ છે કે સરકારી સંવર્ગ માં ચાર ‌ઉમેદવાર હોવાથી મતદારો વહેંચાઈ જશે ત્યારે એક સશક્ત મહિલા ઉમેદવાર તરીકે શ્રીમતી ચેતનાબેન બચુભાઈ ભગોરા નો વિજય થાય તો નવાઈ નહી !!?

Share

Related posts

ચાકલીયા પો.સ્ટે વિસ્તારના પેથાપુર મુકામે થી 53240 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પડાયો

gujaratjanekta

રાજ્યની ગ્રામ પંચાયતોમાં તાળા મારી તલાટીઓ હડતાલ પર ! : ગ્રામ પંચાયતોની કામગીરી ખોરવાઈ – જાણો વધુ

gujaratjanekta

કાંકણપુર ખાતે “બાળવિવાહ મુક્ત ભારત” અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial