Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વન અને પર્યાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ અને પ્રોધોગિકી વિભાગનાં મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાના હસ્તે ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ફતેપુરાનું કરાયું ખાતમુહૂર્ત

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

દાહોદ જિલ્લાના કાળીતળાઈ ખાતે વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ વન કવચનું મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાના હસ્તે લોકાર્પણ ફતેપુરા વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩ માં રામપુરા રેન્જ કાળી તળાઈ ખાતે બે હેક્ટરમાં વન કવચ બનાવવામાં આવ્યું હતું જેમાં ૨૦ હજારથી વધુ વિવિધ પ્રકારના છોડવાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું આજે છોડવાઓ વૃક્ષોમાં પરિવર્તિત થયા છે. આખું વન કવચ લીલાછમ ઝાડવાઓ પ્રકૃતિને માણવા આવતા પર્યટકો પ્રકૃતિપ્રેમીઓ ખેંચી લાવે છે. આ નવા નજરાણા ધરાવતા ‘વન કવચ’ માં કુટીર સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ત્યારે વન અને પર્યાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ અને પ્રોધોગિકી વિભાગનાં મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાના હસ્તે વન કવચનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ફોરેસ્ટ રેસ્ટ હાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાથે ફતેપુરા ખાતેથી જ સંજેલી ફોરેસ્ટ રેસ્ટ હાઉસનું ઇ-વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ એક રેસ્ટ હાઉસ ૭૫ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ પ્રસંગે મંત્રીશ્રી રમેશભાઈ કટારા, જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, સાંસદશ્રી જસવંતસિંહ ભોભોર, પ્રાયોજન વહિવટદારશ્રી દેવેન્દ્રસિંહ મીણા, ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા, ધારાસભ્યશ્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, પદાધિકારીઓ, આગેવાનો, વડોદરા રેંજ વન સંરક્ષકશ્રી ડૉ. અંશુમાન શર્મા, નાયબ વન સંરક્ષકશ્રી મિતેષ પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારી, સહિત નગરજનો ઉપસ્થિત રહ

Share

Related posts

ગોધરામાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી : ગેરકાયદે રેતી-બ્લેક વહન કરતા 3 ટ્રેકટર સહિત ૨ ડમ્પર મળી ૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત – જાણો વધુ

gujaratjanekta

ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આ ના નાદ સાથે ફતેપુરા નગરમાં ગણપતિ બાપ્પાનુ વિસર્જન કરવામાં આવ્યું

gujaratjanekta

ચાકલીયા પો.સ્ટે વિસ્તારના પેથાપુર મુકામે થી 53240 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પડાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial