Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આણંદના તાલુકાઓમાં સસ્તા અનાજની દુકાનો પર સડેલા ઘઉંનું વિતરણ કરાયાનો આક્ષેપ

 સંકેત પંડ્યા – એડિટર

આણંદમાં સસ્તા અનાજની 80 જેટલી દુકાનો પર સડેલા ઘઉંનું વિતરણ કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આણંદ જિલ્લામાં આંકલાવ તાલુકા સહિત અન્ય તાલુકાઓમાં બીજા તબક્કામાં સરકારી ગોડાઉનમાંથી ફાળવવામાં આવેલ ઘઉંના જથ્થાની સસ્તા અનાજના સંચાલકો દ્વારા સળેલો જથ્થો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે હોબાળો મચી જવા પામ્યો હતો. 

મોટાભાગની સસ્તા અનાજની દુકાનો પર અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આણંદ જિલ્લાના કેટલાક ગામોમાં સડેલા અનાજનું વિતરણ થતાં ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. આંકલાવમાંથી એવી ફરીયાદો પણ સામે આવી હતી કે, આ વખતે ઘઉંનો કેટલોક જથ્થો સડી ગયો છે. આ અંગે ફરિયાદો કરવામાં આવી રહી છે.

સસ્તા અનાજની દુકાનો અને જિલ્લાની અન્ય તાલુકાઓમાં 80થી વધુ સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજનો જથ્થો બળી ગયો હોવાની ફરિયાદો મળી છે. જિલ્લામાં 30 ટકા દુકાનોમાંથી સડેલા ઘઉં મળી આવ્યા છે તે પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે. પંડિત દીનદયાલ સરકારની સસ્તા અનાજની દુકાનો છે. દુકાન સંચાલક દ્વારા રેશનકાર્ડ ધારકોને મફત ઘઉંનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે સસ્તા અનાજની દુકાનોમાં સડેલા અનાજની વાત પણ સામે આવી છે. કેટલાક ભ્રષ્ટાચારીઓના કારણે ગરીબોને આ મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ થાય તો તેમાં મોટું કૌભાંડ બહાર આવે તેવી શકયતાઓ પણ છે. 

Share

Related posts

પાનમ યોજના વર્તુળમાં ફરજ બજાવતા રોજમદારનું અવસાન થતા વારસ પત્નીને સહાય, લાભો ચૂકવવા નામદાર ગુજરાત હાઇકોર્ટનો આદેશ

gujaratjanekta

વિજયાદશમીના પર્વ નિમિત્તે ડૉ. મોહનજી ભાગવતનું ઉદબોધન – જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ નગરમાં ‘સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી’ નિમિત્તે “સ્વામી વિવેકાનંદ રમતોત્સવની ઉજવણી કરવામાં આવી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial