Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

વતનની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કીટનું વિતરણ કરતાં આજીવન શિક્ષક

 

મહીસાગર કાંઠે, મહીસાગર જિલ્લાના વડદલા પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કીટનું વિતરણ આજીવન શિક્ષક શંકરલાલ ત્રિવેદી છેલ્લા દાયકાથી નિયમિત રીતે કરીને આત્મસંતોષ મેળવે છે, ત્યારે નાના વડદલા અને મોટા વડદલા પ્રાથમિક શાળાઓ માં ભણતાં ધોરણ 1 થી 8 અને ધોરણ 1 થી 5 ના તમામ બાળકોએ શૈક્ષણિક કીટ મેળવી, હર્ષાવિન્દ થયા. વાલી મિત્રો પ્રાથમિક શાળામાં 1954 થી 1960 સુધી પ્રાથમિક શિક્ષણ મેળવનાર શિક્ષક શંકરલાલ ત્રિવેદીનો આભાર માને છે.

શંકરલાલ ત્રિવેદી સાથે તેમના ધર્મપત્ની દેવિલાબેન ત્રિવેદી, કે જેઓ નાના વડદલા, પ્રાથમિક શાળાના વિદ્યાર્થી હોવાના નાતે ઉપસ્થિત રહી ભૂલકાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી.

બાલવાડી, ધોરણ 1 થી 5, ધોરણ 6 થી 8. આમ, તમામ વર્ગોના વિદ્યાર્થીઓને જરૂરિયાત મુજબ ન્યુ સ્લેટો તથા પેનો, પેન્સિલ, રબર, શાર્પનર, પેન, નોટો, ચોપડાઓનું વિતરણ કર્યું. શાળાના આચાર્ય પ્રકાશભાઈ પ્રજાપતિએ અને પ્રાથમિક શિક્ષકોએ આભાર માન્યો. જ્યારે સરપંચ શ્રીમતી કૃપાલીબેન હેમંતભાઈ દેરાસરીએ શૈક્ષણિક કીટ વિતરણની સરાહના કરી, વાલી મિત્રોને અનુસરવા જણાવ્યું.

Share

Related posts

“માંડવીના ગોધરા ગામે ૧૩.૧૮ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું”

gujaratjanekta

ઝાલોદ સરકારી હોસ્પિટલના વાહનને એસ.ટી બસ ચાલકે બેફિકરાઈ થી ચલાવતાં પાછળથી ટક્કર મારી

gujaratjanekta

સિવિલ કોર્ટ શહેરા ખાતે રાષ્ટ્ર ના ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial