Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકા સિટી સિવિક સેંટરનુ લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ અને ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે કરવામાં આવ્યું પંડિત

પંકજ પંડિત

ચાર નવા ટ્રેક્ટરને લીલીઝંડી આપી નગરપાલિકાને આપવામાં આવ્યાગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ પટેલ દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાશ યોજના અંતર્ગત 31 નગરપાલિકાઓમા 44.05 કરોડના સિટી સિવિક સેન્ટરનુ ઇ.લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે અંતર્ગત ઝાલોદ નગરપાલિકા સિટી સીવીલનુ લોકાર્પણ રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ અને ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.આજના આ લોકાર્પણમા આવેલ મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તેમજ આવેલ દરેક પદાધિકારીઓનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલ ઇ. લોકાર્પણ કર્યા બાદ રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ અને ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા નગરમાં થયેલ વિકાસ કામો અને આગામી નવીન કામો અંગે માહિતી આપી હતી. ત્યારબાદ આજના નવીન સુવિધાના ઇ.લોકાર્પણના દિવસે નવીન દાખલાઓ ઓનલાઇન આપી કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી.ઝાલોદનુ સિટી સિવિક સેંટર વિશ્વકર્મા મંદીરની પાછળ આવેલ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા આ સિટી સિવિક સ્થળ પર મિલ્કત વેરો, મિલકતની આકારણીની અરજી, વ્યવસાય વેરો અને તેનું રજીસ્ટ્રેશન, ગુમાસ્તાધારાનુ લાયસન્સ, હોલ બુકિંગ, લગ્ન નોંધણી, જન્મ મરણના દાખલા તેમજ અન્ય સુવિધાઓ અહીંયાં આવરવામા આવેલ છે.

Share

Related posts

Cristiano Ronaldo Signs Saudi Club Al-Nassr: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ નવી ક્લબ જોઇન કરી, કિંમત સાંભળીને ચોંકી ઉઠશો

Admin

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર : સાત તબક્કામાં મતદાનની સાથે 4 જુને પરિણામ થશે જાહેર

gujaratjanekta

ગુરુ ગોવિંદ મહારાજ સમાધી ધામ પર અખાત્રીજનો વાર્ષિક ભગતો સંતોનો મેળો ભરાયો હતો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial