Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકા પંચાયત સામે ઓમકારેશ્ર્વર મહાદેવ મંદિર પાછળ ગંદકીનું તળાવ જવાબદાર તંત્ર નિષ્ક્રિય

પંકજ પંડિત

ઝાલોદ તાલુકા પંચાયત સામે ઓમકારેશ્ર્વર મંદીર આવેલ છે. આ મંદિરની આગળ શાકભાજી નુ માર્કેટ છે અને મંદિરની અંદર જૂના તાલુકા પંચાયતના ક્વાર્ટર આવેલ છે. આ બંધ પડેલ તાલુકા પંચાયત રહેણાંક મકાનમા હાલ કોઈ રહેતું નથી અને જુના અને ખંડેર હાલતના રહેણાંક હોવાથી અહીં કોઈ રહેતું નથી જેથી આ ખુલ્લી જગ્યાનો ઉપયોગ પાર્કિંગ કે હાથલારી, પથારા વાળા લોકો કરે છે. અહીં કોઈ સફાઈ માટે કે કચરો કરતા લોકોને કોઈ કહેનાર નહીં હોવાથી અહીંયાં ગંદકીનો અંબાર જોવા મળે છે. હાલ નગરમાં ચોમાસાનો માહોલ જામેલ જોવા મળે છે જેથી જાણાવણીના અભાવે જૂના અને ખંડેર હાલતમા જોવા મળતી આ જગ્યામાં વરસાદી પાણી ભરાઈ ગયેલ જોવા મળી રહેલ છે.વરસાદી પાણીની સાથે મંદિરના પાછળના ભાગમાં ગંદકીના કચરાનુ તળાવ જોવા મળે છે. અહીંયા આટલી બધી ગંદકી પ્રત્યે આ જગ્યાનું જવાબદાર તંત્ર બે જવાબદાર કેમ…❔, વરસાદી માહોલમાં જગ્યાની સંપૂર્ણ સફાઈ કરાવવામાં કેમ નથી આવી…❔, અહીંયાં ગંદકીના લીધે દુર્ગંધ પણ ફેલાયેલી જોવા મળે છે તેમજ હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ચાલી રહેલ છે તો જવાબદાર તંત્ર કોઈ સફાઈ ન કરાવી કોઈ ગંભીર બીમારીને આમંત્રણ આપી રહેલ છે કે શું….❔આ ગંદકીના તળાવને જલ્દી દૂર કરી જવાબદાર તંત્ર કોઈ ગંભીર પગલા લે તેવી લોકમાંગ ઉઠવા પામેલ છે.

Share

Related posts

પ્રાકૃતિક ખેતી શું છે… કરવા જેવી ખરી..? – શેરખીના ખેડૂત ઉપેન્દ્રસિંહ મહીડાના અનુભવ અને પ્રતિભાવથી મેળવો જવાબ

gujaratjanekta

ઝાલોદ એ.પી.એમ.સી ખાતે ઘી પંચમહાલ કો.ઓ.બેંક લી નુ ગુજરાત વિધાનસભા ઉપાધ્યાય જેઠાભાઈ આહીરના હસ્તે નવીન ભવનનુ ઉદ્ઘાટન સમારોહ યોજાયો

gujaratjanekta

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગોધરા દ્વારા કોમર્સ કોલેજ ખાતે વ્યાખ્યાન યોજાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial