Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્ર દામાએ ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને પરીક્ષા પર્વ અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડ્યું

કેતન ભટ્ટ

દાહોદ: જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ની દાહોદ તથા ગુરુકુળ વિદ્યાલય છાપરી ના સંયુક્ત ઉપક્રમે પરીક્ષા પર્વ ૬.૦ અંતર્ગત ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓમાં પરીક્ષા નો ભય દૂર થાય અને તેઓ પરીક્ષા માટે માનસિક રીતે સુસજ્જ બને તે માટે મોટીવેશનલ સ્પીચનો એક કાર્યક્રમ ગુરુકુળ વિદ્યાલય છાપરી ખાતે યોજાયો હતો. જેમાં મોટીવેશનલ સ્પીકર તરીકે શ્રી જે એન્ડ આર બી એડ કોલેજના પ્રાધ્યાપક શ્રી મૌલિકભાઈ ક્ષત્રિય અને સરકારી પોલીટેકની કોલેજ દાહોદના પ્રાધ્યાપક શ્રી ઉત્પલ ગણાત્રા એ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બંને મોટીવેશનલ સ્પીકરો દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને વાર્તા અને જોક્સ ના માધ્યમથી પરીક્ષાનો હાઉ દૂર થાય અને પરીક્ષાના માનસિક ભયથી તેઓ મુક્ત બને તે રીતે વક્તવ્ય આપ્યા હતા.જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ એલ દામાએ વિદ્યાર્થીઓ તણાવમુક્ત રીતે પરીક્ષા આપે તે માટે સ્વાનુભવ આધારિત ભાથુ પીરસી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં શિક્ષણ નિરીક્ષક શ્રી આર આર ભોકણ તથા મોડેલ સ્કૂલ ધાનપુરના આચાર્યશ્રી આર એમ પ્રજાપતિ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું

Share

Related posts

થનગનાટ ગરબા નાઈટમાં ગરબે ઘુમ્યા ખેલૈયાઓ, ગુજરાતના સેલીબ્રિટીએ હાજર રહી લગાવ્યા ચારચાંદ

gujaratjanekta

રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં આજે જીરૂની 490 કવીન્‍ટલની આવક, એક મણના ભાવ 5000 થી 5925 રૂપીયાના ભાવે સોદા પડયા

Admin

સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા દાહોદના વૈદ્યનાથ મહાદેવ મંદિર ખાતે જલાભિષેક કરવામા આવ્યો.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial