Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ભારતના ટી-20 વર્લ્ડકપ વિજયને ઝાલોદ નગરના લોકોએ વિજય સરઘસ કાઢી વધાવી લીધો

નગરના દરેક વિસ્તારમાં આતશબાજી, ઢોલ નગારા તેમજ તિરંગા રાષ્ટ્રધ્વજ સાથે નગરજનો નાચતા કૂદતા જોવા મળ્યાહાલ વેસ્ટ ઇન્ડીઝના બાર્બાડોઝ ખાતે ટી-20 વર્લ્ડકપની ફાઇનલ મેચ યોજાઈ. આ આખી મેચ ચાલુ થઈ અને પૂરી થઈ તે દરમિયાન કેટલાય ઉતાર ચઢાવ આવ્યા અને છેલ્લે આ રોમાંચક મેચમાં ભારતીય ટીમ ફાઈનલ મેચ જીતી ગઈ હતી. આ દિલધડક રોમાંચક ફાઈનલ મેચમાં ભારતની 7 રનની જીત થતાં નગરજનો ઢોલ નગારા સાથે રોડ પર આવી ગયેલ હતા. નગરજનોએ જાહેર ચોક રસ્તા પર ઉતરી ભવ્યાતિભવ્ય આતશબાજી કરી નાચી ઝુમી ઉઠયા હતા. આ રોમાંચક મેચના વિજયને વધાવી લેતા નગરજનોએ આખા નગરમાં વિજય સરઘસ કાઢ્યું હતું. વિજય સરઘસને વધાવી લેતા નગરજનોએ ભારત માતા કી જય અને જય શ્રી રામના ગગનભેદી નારા સાથે આ વિજયને વઘાવી લીધો હતો. આ વિજય સરઘસ નગરના દરેક વિસ્તારમાં ફર્યો હતો અને દરેક વિસ્તારના લોકોએ નાચી ઝુમી આ વિજય સરઘસમાં જોડાઈ એકતાનો અનુભવ કરાવ્યો હતો. આ વિજયની ઉજવણી દરમ્યાન રાજમાર્ગો પર થયેલ ભીડે સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તેની પૂરતી તકેદારી રાખી હતી. નગરના ક્રિકેટ ચાહકોએ 17 વર્ષ પછી થયેલ ટી-20 વર્લ્ડકપ વિજયના હાઇ વોલ્ટેજ ડ્રામાને ટીવી પર જોયુ હતું. ભારતીય ટીમે આ વર્લ્ડકપમા એક પણ મેચ ન હારી એક અનોખો રેકોર્ડ બનાવેલ હતો. આ શ્વાસ અદ્ધર કરી દેનાર વિજયોત્સવને નગરના લોકોએ યાદગાર રીતે ઉજવ્યો હતો.

Share

Related posts

ગ્રાન્ટેડ શાળાના વર્ગના 4 ના કર્મચારીઓની વર્ગ 3 માં બઢતી

gujaratjanekta

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાંથી એક ૩૦ વર્ષીય પરણિતાનું એક યુવક દ્વારા અપહરણ કરી લઈ ગયાં બાંદ ૨૦ દિવસ સુધી તેણીની ઉપર બળાત્કાર ગુજારી

gujaratjanekta

દાહોદ શહેરની ભગવાન જગન્નાથની ૧૮મી રથયાત્રા.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial