કિશોર સિંહ સોલંકી.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અિધકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓના આદેશથી શ્રી.આર.વી.અસારી, IPS પોલીસ મહાનિરીક્ષકશ્રી ગોધરા રેન્જ ગોધરા,ડૉ.રાજદીપસિંહ ઝાલા, IPS પોલીસ અધિક્ષક દાહોદ નાઓ ધ્વારા પોલીસ તથા પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો હેતું નિર્માણ કરવાના ઉદેશથી લોકો ઉપયોગી સકારાત્મક કામગીરીના ભાગ રૂપે વ્યાજખોરોની બદી દુર કરવા તેમજ આ બદીના પરિણામે ગંભીર બનાવોને બનતા અટકાવવા આવી પ્રવૃતિઓમાં સંડોવાયેલા આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ આવા લોકોના ત્રાસમાં સપડાયેલા લોકો ગભરાટ તથા ભયના માહોલ તળે એક યા બીજી રીતે પોલીસ સુધી પોતાની રજુઆત કરવા આવી શકતા નથી. જથી આવા લોકો પોતાની રજુઆત નિર્ભયપણે કરી શકે તથા આવા લોકોના ત્રાસથી તેઓના અસ્તવ્યસ્ત થઈ ગયેલા સામાજીક તથા આર્થિક જીવનને ફરીથી પુર્વવત કરવાનો એક નમ્ર પ્રયાસ કરવામાં આવનાર છે જેમા ભોગ બનનાર લોકો પોતાની રજુઆત કરવા અવશ્ય આવે તેવી પોલીસ અધિક્ષક દાહોદ પ્રજાજનોને અપીલ કરે છે.
આ લોક સંવાદ પોલીસ હેડકવાર્ટર તાલીમ શાળા હોલ ખાતે તા.૨૭/૦૬ /૨૦૨૪ ના કલાક,૦૫/૦૦ વાગ્યે, જિલ્લા પોલીસ ધ્વારા યોજાનાર છે. જે લોકસંવાદમાં વ્યાજખોરીથી ત્રસ્ત વધુમાં વધુ લોકો ભાગ લે તેની જિલ્લા પોલીસ ધ્વારા અપીલ કરવામાં આવે છે.આવનાર લોકો વ્યાજખોરી વિરૂધ્ધમાં પોતાની લેખિતમાં કે મૌખિકમાં
રજુઆત પણ કરી શકશે તેમજ જરૂરી આધાર પુરાવા સાથે હાજર રહેવા અને ગેરકાયદેસર વ્યાજખોરીના ધંધાર્થીઓ પર કાયદેસરની કાર્યવાહી જિલ્લા પોલીસ ધ્વારા કરવામાં આવશે.
વધુમાં આ ક્રાર્યક્રમમા જે લોકોની નાની રકમની લોનની જરૂરિયાત હોય તેવા લોકો પણ આ ક્રાર્યક્રમમાં ઉપસ્તિત રહેવા અપીલ કરવામાં આવે છે. તેઓને લોન મેળવવા માટે બેન્કો જેવી કે નેશનલાઇઝ્ડ/ક્રો-ઓપરેટીવ/શીડયુલ બેન્કો તથા માઇક્રો ફાઇનાન્સના કર્મચારીઓ ઉપસ્થિત રહેનાર હોય તેઓની સાથે સંકલન કરી નિમયોનુસાર લોન આપવા મદદ કરવામાં આવશે.

