Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ડી.વાય.એસ.પી ઓફિસે રથયાત્રા નિમિત્તે હિન્દુ સંગઠનો સાથે આયોજન અંગે સમીક્ષા કરાઈ

પંકજ પંડિત- ઝાલોદ.

ઝાલોદ નગરના ડી.વાય.એસ.પી ડી.આર.પટેલની આગેવાની હેઠળ આગામી તારીખ 07-07-2024 રવિવારના રોજ યોજાનાર રથયાત્રા નિમિત્તે નગરના દરેક વિસ્તારોના હિન્દુ સંગઠન સાથે જોડાયેલ આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકની શરૂઆત પી.એસ.આઇ માળી એ કરી સહુ હિન્દુ સંગઠનો સાથે રથયાત્રાની પૂર્વ તૈયારી અને તેના આયોજન અંગે જાણકારી લીધી હતી ત્યાર બાદ ડી.વાય.એસ.પી પટેલ દ્વારા વિસ્તૃત ચર્ચા કરતા રથયાત્રાનો રૂટ, યાત્રા દરમ્યાન રૂટ ડાઇવર્ઝન અને રથયાત્રા દરમ્યાન યોજાનાર પ્રોગ્રામોની જાણકારી મેળવી હતી. તેમજ રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા સાચવવા તેમજ કોઈ પણ ઉશ્કેરણી જનક કોઈ કાર્ય કરવા નહીં તેવુ સૂચન કરેલ હતું. સાથે સાથે રથયાત્રા દરમ્યાન પોલીસ સતત પેટ્રોલીંગ અને ડ્રોન સુવિધા સાથે નગરની સુરક્ષા વ્યવસ્થા સાચવવામાં આવશે તેમજ કોઈ પણ કાયદાકીય ગૂંચ કે કોઈ પણ ગેરમાર્ગે દોરનાર અફવાઓ કે કોઈ શંકાસ્પદ ગેરકાનૂની વલણ કરતા વ્યક્તિઓ જણાય તો તેની જાણકારી પોલીસને આપી સહકાર આપવા સૂચન કર્યું હતું. સાથે સાથે નગરમા રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ તે માટે દરેક લોકો પોલીસને સંપૂર્ણ સહકાર આપે તેવી અપીલ કરી હતી.

Share

Related posts

રાજ્યકક્ષા નો વિદ્યાર્થી વિજ્ઞાન મંથન કેમ્પ યોજાયો

gujaratjanekta

જય દશામાં વિદ્યામંદિર ખાતે વાલી મીટીંગનું આયોજન કરાયું

gujaratjanekta

અનુસુચિત જનજાતિના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial