Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા ના કાલીયા કુવા ગામે પેસાબ કરવા ગયેલ ઈસમ ને ચાર વન કર્મચારીઓ માર મારતા નોંધાઈ ફરિયાદ!!

રિપોર્ટર :- મેહફુઝ હસન 

અહેવાલ:- અબ્દુલ્લાહ પંજાબી 

 

ગોધરા તાલુકા ના કાલીયા કુવા ગામે આવેલા ઇન્દિરા આવાસ ફળિયામાં રહેતો ઇસમ ગામ માં આવેલ ફોરેસ્ટ ના જંગલ માં પેસાબ કરવા ગયો હતો. તે સમય વન વિભાગ ના કર્મચારીઓ આવી જતા જંગલમાં આગ કેમ લગાવી તેમ કહી અપશબ્દો બોલ્યા લાગ્યા હતા.જ્યાં અપશબ્દો બોલવાના ના પાડતા અન્ય ત્રણ ફોરેસ્ટ કર્મીઓ ને બોલાવી ઈસમ ને ગદ્દા પાટુ અને ગેબી માર મારવા આવ્યો હતો.

       સમગ્ર વિગત એવી છે કે ગોધરા તાલુકા ના કાલીયા કુવા ઇન્દિરા અવાસ માં રહેતા પ્રતાપભાઈ રામસીંગભાઈ નાયક નાઓએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત.તા. ૧/૦૬/૨૦૨૪ ના રોજ કાલીયા કુવા ગામમા કુંભાર ના ઘર પાસે રોડ ની સાઈટ ઉપર પેસાબ કરવા ગયો હતો તે સમયે વન વિભાગ ના કર્મચારી ઉદેસિંહ ગજરાજ ભાઈ માળી નાઓ કેહવા લાગેલ કે તે જંગલ માં આગ કેમ લગાવી છે તેમ કહી અપશબ્દો બોલવા લાગેલ જેથી ફરિયાદીએ અપશબ્દો બોલવા નું ના પાડતા આ આરોપી દ્વારા અન્ય વન વિભાગ ના કર્મચારીઓ ને ફોન કરી અછાલા રાઉન્ડ કાલીયા કુવા(બીટ ગાર્ડ) પ્રહલાદ રબારી તથા સંદીપકટારા રાઉન્ડ ફોરેસ્ટ અછાલા તેમજ કાનસીંગ રાઠવા રાઉન્ડ બીટ ગાર્ડ રાઉન્ડ ફોરેસ્ટ અછાલા નાઓ ને બોલાવતા તમામ વન વિભાગ ના કર્મચારીઓ ત્યાં આવી ગયેલ અને ફરિયાદી કોઈ પણ પ્રકાર ની પુછ પરછ કર્યા વગર છાતી માં મુક્કો મારી ગદ્દાપાટુનો માર મારવા લાગેલ ફરિયાદી નાઓ ને બુમાબુમ કરતા તેને છોડાવવા આવતા તેના માતા પિતા ને રોડ ઉપર ધક્કો મારી પાડી દેતા બોલા ચાલી અને તકરાર થયેલ છે. આ સમગ્ર ઘટના ને ગામ ના એક જાગૃત નાગરિક દ્વારા કેમેરા મા રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું. અને હાલ સમગ્ર ઘટના ની તપાસ ચાલુ છે.

Share

Related posts

બોગસ વોટીંગ કરો કે જે કરોએ 3000 વોટ પડી જવા જોઈએ – આ નિવેદન બાદ નેતાનો વીડિયો વાયરલ

Admin

સતત ચોથા વર્ષે પણ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે નીલકંઠેશ્વર મહાદેવ ગોધરા રોડ દાહોદ ખાતે થી ૐ નમઃ શિવાયના નાદ સાથે શિવજીની સવારી કાઢવામાં આવી હતી.

gujaratjanekta

આણંદ જિલ્લામાં વિધાનસભા ચૂંટણીમાં 38,603 મતદારો પ્રથમ વખત કરશે મતદાન

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial