Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ભવ્ય પ્રોગ્રામો સાથે ધૂમધામ રીતે ઉજવણી કરાઈ

પંકજ પંડિત

આનંદ મેળો, રાસ ગરબા, વકતૃત્વ સ્પર્ધા, ડાન્સ, નાટક જેવા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયાતારીખ 22-02-2024 ગુરુવારના રોજ ઝાલોદ નગરના પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરાઈ. પંચાલ સમાજ દ્વારા બે દિવસના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. બે દિવસના ભવ્ય પ્રોગ્રામમાં નગરના તેમજ આસપાસના પંચાલ સમાજના લોકો જોડાયા હતા.ઝાલોદ નગર પંચાલ સમાજ દ્વારા 21-02-2024 આનંદ મેળો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમકે ગ્રુપ ગરબા, સિંગલ તથા ગ્રુપ ડાન્સ, નાટક,વકતૃત્વ સ્પર્ધા સાથે મહાઆરતી જેવા પ્રોગ્રામ યોજાયા હતા. આ સમગ્ર પ્રોગ્રામમાં નગરના પંચાલ સમાજના સહુ લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ દરેક પ્રોગ્રામ સફળ બનાવ્યા હતા.22-02-2024 ગુરુવારના રોજ પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા મહોત્સવને લઈ નગરની વ્યાપાર રોજગાર બંધ રાખવામાં આવી હતી. સવારથી જ પંચાલ સમાજના લોકો તેમના આરાધ્ય દેવ એવા વિશ્વકર્મા ભગવાનના દર્શન કરવા મંદિરે ઉમટી પડેલ હતા. આજના દિવસે વિશ્વકર્મા ભગવાનને સવારે 6 વાગે કેસર સ્નાન, વિશ્વકર્મા ભગવાનની વિશેષ પૂજા-યજ્ઞ , ધ્વજા આરોહણ, નગરમાં ભવ્ય શોભાયાત્રા જેવા પ્રોગ્રામો યોજવામાં આવેલ હતા. નગરમાં કાઢવામાં આવેલ શોભાયાત્રામાં મોટા પ્રમાણમાં પંચાલ સમાજના લોકો જોડાયા હતા, શોભાયાત્રા દરમ્યાન ભજન અને ગરબાની રમઝટે અનેરું ભક્તિમય વાતાવરણ ઉભું કર્યું હતું. નગરમાં વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રાનું સ્વાગત દરેક વિસ્તારમાં ફૂલોની છોળો ઉડાવી કરવામાં આવ્યું હતું. છેલ્લે પંચાલ સમાજ દ્વારા શોભાયાત્રા પૂરી થયા પછી યોજાયેલ સંસ્કૃતિ પ્રોગ્રામમાં ભાગ લેનારને ઇનામ આપી તેમનો જુસ્સો વધારવામાં આવ્યો હતો અને છેલ્લે ભગવાન વિશ્વકર્મા ભગવાનની મહા આરતી કરી સહુ લોકો એ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો.

Share

Related posts

મહેસાણા: ગુજરાતમાં પેરાગ્લાઈડિંગ કરતી વખતે અકસ્માત, દક્ષિણ કોરિયન વ્યક્તિનું મોત

Admin

પંચમહાલ જીલ્લા વહિવટી તંત્રની કાર્યવાહી : બાળ લગ્ન અટકાવ્યા

gujaratjanekta

મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે સાંસદ રાજપાલસિંહ જાદવ ઉપસ્થિતિમાં “સ્વયં અને સમાજ માટે યોગ’ ની થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial