Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેક પોસ્ટ પરથી 2,03,600 વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોની અટકાયત કરાઈ

પંકજ પંડિત ઝાલોદ

ઝાલોદ તાલુકાના પી.એસ.આઇ એમ.એમ.માળી પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમા હતા તે સમયે તેમને રાજસ્થાન તરફથી ફોર વ્હીલર ગાડી ટાટા અલ્ટ્રોસ GH-06-PH-8741 મા વિદેશી દારૂ લઈને આવતા હોવાની બાતમી મળેલ હતી. પોલીસે બાતમીને આઘારે ઘાવડીયા ચેક પોસ્ટ પર ચેકીંગ હાથ ધરેલ હતું તે દરમ્યાન બાતમી વાળુ વાહન આવતા તેને રોકી ચેક કરતા તેમાંથી વિદેશી દારૂ મળી આવેલ હતો.
પોલીસ દ્વારા ગાડી ચાલકનું નામ પૂછતાં સંજય તાજું નીનામા ( પટેલ ફળીયા, નાની હાંડી, ઝાલોદ) બતાવેલ હતું. ગાડીમાં બેસેલ અન્ય બે ઈસમ શૈલેશ કાળુ નીનામા ( તળાવ ફળીયા, છાપરી, દાહોદ ) તથા મનોજ કનુ તડવી ( રહે. ખોડવા, દાહોદ) બતાવેલ હતું. પોલીસ દ્વારા ત્રણે ઈસમોની અટકાયત કરી તેમના પાસેથી મળેલ વિદેશી દારૂની કુલ 24 બોટલ જેની અંદાજિત કિંમત 3600 તેમજ ફોર વ્હીલર ગાડીની કિંમત 200000 થઈ કુલ 2,03,600 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Share

Related posts

કોંગ્રેસના 11માંથી 8 ધારાસભ્યોએ કેસરિયો ધારણ કર્યો

gujaratjanekta

રીજીયન કોન્ફરન્સ અમૃત 2024 નું સફળ આયોજન

gujaratjanekta

આ અભિનેત્રી બનશે લેડી સિંઘમ! રોહિત શેટ્ટીએ પોતે ખુલાસો કર્યો છે

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial