તા. ૧૫-૦૪-૨૦૨૪ ને સોમવાર ના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ જિલ્લાની જિલ્લા કારોબારી બેઠક માધવકુંજ ગોધરા મુકામે મળી જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના પંચમહાલ વિભાગ કાર્યવાહ જયંતિભાઈ પટેલ તેમજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના મહામંત્રી અનિરૂઘ્ધસિંહ સોલંકી, માધ્યમિક સંવર્ગ મહામંત્રી જીતેન્દ્રભાઈ ઠાકર, જિલ્લા અધ્યક્ષ અસ્વીનભાઇ પટેલ ,મહામંત્રી યોગેશભાઈ, ઉચ્ચતર મા.ના અધ્યક્ષ મોહનભાઇ ચારેલ ઉપાધ્યક્ષ જયંતિ લાલ પટેલ મંત્રી ઐમિશભાઇ સહિત જિલ્લા, તાલુકાના સો થી વધારે કાર્યકરો ઉપસ્થિત રહયા.

આજની બેઠક ના મુખ્ય અધ્યક્ષ શ્રી જિતેન્દ્ર ઠાકર દ્વારા 100 ટકા સંપુર્ણ મતદાન વિષે કાર્યકર્તાઓને માહિતગાર કરવામાં આવ્યા તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. તેમજ પ્રાથમિક સંવર્ગ પ્રાપ્ત મહામંત્રી અનિરૂઘ્ધસિંહ સોલંકી દ્વારા રાજ્ય કક્ષાના પડતર પ્રશ્નો ના ઉકેલ બાબતે અને મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ની સંપૂર્ણ માહિતી આપી તેમજ , અગામી લોકસભા 2024 ની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે રાષ્ટ્રહિતમાં 100 ટકા મતદાન થાય તે માટે ચર્ચા કરવામાં આવી તથા જિલ્લાના તમામ તાલુકાઓમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત બેઠકો પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી તેમજ આગામી ટૂંક સમયમાં મતદાન જાગૃતિ અંગે તમામ તાલુકાઓમાં સૂક્ષ્મ આયોજન થાય અને તમામ હોદ્દેદારો મંડળ સ્તર સુધી પહોંચીને તમામ મતદારો સો ટકા મતદાન કરવા પ્રેરાય તેના માટે રૂપરેખા નક્કી કરવામાં આવી.
અને પ્રાંત માંથી મળેલ સાહિત્ય નું તાલુકા સહ વિતરણ કરવામાં આવ્યું ,સમગ્ર બેઠક નું સંચાલન મહામંત્રી શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું.બેઠક ના અંત માં કલ્યાણમંત્ર બોલી બેઠક પુર્ણ કરવામાં આવી .

