Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદની સરકારી ઇજનેરી કોલેજના ઝોનલ ઓફિસર દ્વારા નવા મતદારો તેમજ 80 થી વધુ વયનાં મતદારો માટે પ્રોત્સાહન હેતુ પોસ્ટકાર્ડ લખી નવીનતમ અભિગમ અપનાવવામા આવ્યો.

કિશોર સિંહ સોલંકી.

સમગ્ર દાહોદ જિલ્લો જયારે આવનાર લોકસભા ચૂંટણીને લઈને સમગ્ર તૈયારી સાથે ઉત્સુક તેમજ આતુર છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ તમામ મતદારો મતદાન અચૂકપણે આપે તેમજ આ રાષ્ટ્રીય પર્વમાં પોતાનો મહત્વનો ફાળો આપે એ હેતુસર સ્વીપ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
મતાધિકાર એ દરેક મતદાર નાગરિકનો વિશેષાધિકાર અને ફરજ પણ છે. નવા મતદારો તેમજ ૮૦ થી વધુ વયના મતદારો ચૂંટણી લક્ષી પોતાની ફરજ અને પોતાના મત માટેના અધિકાર સમજે એ હેતુથી ઉપરાંત તેઓ અચૂક પણે મત આપે એ માટે તેઓને પ્રોત્સાહન આપવા હેતુ દાહોદમાં સરકારી ઈજનેરી કોલેજના ઝોનલ ઓફિસર શ્રી એમ.એ.શેખ અને( BLO ) બુથ લેવલ ઓફિસર શ્રી પ્રકાશચંદ્ર પંચાલ સાહેબ,શ્રી પ્રદીપ.બી.બારીયા તથા નીલમબેન જાદવ અને નીલમબેન તિવારી (BLO)દ્વારા નવીનતમ અભિગમ અપનાવાયો હતો. જેમાં સ્વીપ અભિયાન હેઠળ ઝોનલ ઓફિસરશ્રી એમ. એ. શેખએ દાહોદના નવ યુવા મતદારો તેમજ ૮૦ થી વધુ વયના મતદારો ૧૦૦ ટકા મત આપે એ હેતુથી તેઓને ૪૦ જેટલા પોસ્ટ કાર્ડ ચૂંટણી લક્ષી સંદેશ સાથે મોકલ્યા હતા. આ પોસ્ટ કાર્ડમાં ચૂંટણીને લગતા વિવિધ ચિત્ર, સૂત્ર તેમજ સંદેશા લખવામાં આવ્યા હતા. જેમાં ચૂંટણીના લોગો, મતદાનની તારીખ તેમજ મતદાનની મહત્વતા દર્શાવતા સંદેશ આપવામાં આવ્યા હતા.તા.૭મી મેના રોજ ગુજરાત રાજયમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે વધુમાં વધુ મતદારો “ચુનાવ કા પર્વ”ની ઉત્સાહભેર ઉજવણી કરે, મતદાન પ્રત્યે જાગૃત બને એ માટેની ઝોનલ ઓફિસર, આસિસ્ટન્ટ ઝોનલ અધિકારી તેમજ બુથ લેવલ ઓફિસર દ્વારા કરવામાં આવેલી આ એક નવી પહેલ હતી. જેનો મૂળ આશય યુવા મતદારો, ભાવિ મતદારો અને ૮૦ થી વધુ વયના મતદારો ચૂંટણીમાં પહેલીવાર મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહેલ નવ યુવા મતદારો પોતાની ફરજ પ્રત્યે સતર્ક થાય તેમજ લોકશાહીના આ મહાપર્વમાં પોતાનો મત આપી આ રાષ્ટ્રીય પર્વમાં મહત્વનો ભાગ ભજવે એ રહ્યો છે.

ચૂંટણી એ લોકશાહીનો તહેવાર છે અને રાષ્ટ્રીય મહાપર્વ છે. મતાધિકાર એ નાગરિકનો વિશેષાધિકાર અને ફરજ પણ છે. આગામી તા. ૭ મી મે ના રોજ મતદાન દિવસ નિમિત્તે દરેક મતદાતા પોતાની ફરજ નિભાવે એ હેતુથી આ લોકસભાની ચૂંટણીમાં નવા મતદારો પ્રથમ વખત મતદાન કરીને જાગૃત નાગરિક તરીકે પોતાની નૈતિક જવાબદારી નિભાવે તે માટે પોસ્ટ કાર્ડ થકી સંદેશાઓ મોકલવામાં આવ્યા હતા.ચૂંટણી કર્મયોગીઓ મતદાન પ્રક્રિયા બાબતે સમગ્ર દાહોદ જિલ્લામાં વિવિધ શાળાઓ તેમજ કોલેજોમાં પ્રેક્ટીકલ અને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણીને લગતી વિગતે માહિતી આપી રહ્યા છે. સ્વીપની વિવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત મતદાર જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે પૈકી શાળાઓ અને કોલેજોમાં રેલીઓ, પોસ્ટર્સ, સૂત્રો, મિટિંગ, વિવિધ કાર્યક્રમો, બાળ સંસદ અને ચુનાવ પાઠ શાળા દ્વારા વિદ્યાર્થીઓને ચૂંટણીની મતદાન પ્રક્રિયા બાબતે પ્રેક્ટીકલ અને પ્રેઝન્ટેશન દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી રહી છે.અગાઉ પણ આ ઝોનલ ઓફિસર પ્રોફ એમ એ શેખ દ્વારા મતદાન જાગૃતિ માટે નવીનતમ અભિગમ “તમારા બૂથ ને ઓળખો” અને સેલ્ફીવિથયોરબૂથ અભિગમ દ્વારા મતદારોને જાગૃત કાર્ય હતા.દાહોદમાં સરકારી ઈજનેરી કોલેજના ઝોનલ ઓફિસર દ્વારા નવા મતદારો તેમજ ૮૦ થી વધુ વયના મતદારો માટે પ્રોત્સાહન હેતુ પોસ્ટ કાર્ડ લખી નવીનતમ અભિગમ અપનાવાયો.

Share

Related posts

શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં મહેંદી અને હેરસ્ટાઈલ સ્પર્ધા યોજાઈ

gujaratjanekta

ઝાલોદ પોલિસ દ્વારા ટ્રાફિક નિયમન હેઠળ નગરના વિવિધ વિસ્તારોના દબાણો દૂર કરાયા

gujaratjanekta

ઝાલોદ કૉલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય પારંપરિક અને સાંસ્કૃતિક ઉજવણી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial