Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

મહીસાગર જીલ્લા રાજપૂત સમાજે પુરુષોત્તમ રૂપાલાની અભદ્ર ટિપ્પણી મુદ્દે આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો

મહીસાગર જિલ્લા નાં પુવૅ વિભાગ રાજપૂત સમાજ સંતરામપુર દ્વારા રાજકોટ લોકસભાની બેઠક ના ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલ ટીપ્પણી સામે વિરોધ દર્શાવ્યો છે. તેમને ભાજપ પક્ષ દ્વારા આ ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા ને રાજકોટ લોકસભાની ફાળવેલ ઉમેદવારી રદ કરવાની માગણી સાથે આજરોજ પુવૅ વિભાગ રાજપૂત સમાજ સંતરામપુર નાં પ્રમુખ જયેન્દ્રસિંહ રાઠોડ,ઈનદૂપાલસિહ ચૌહાણ.કિરણસિહ રાઠોડ.દિલિપસિહ ચૌહાણ, ડો.રાજેનદૂસિહપુવાર, ડો.રણજીતસિહ જોજા.રામચંદૂસિહ ચૌહાણ..લોકેનદૂસિહ પરમાર ને હિતેન્દ્રસિંહ ચૌહાણ તથા સંતરામપુર તાલુકાના રાજપુત સમાજ નાં આગેવાનો દ્વારા સંતરામપુર પ્રાન્ત અધિકારી અને મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પુરષોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ની લાગણી દુભાય તેવી ટીપ્પણી કરી ને ક્ષત્રિય સમાજ ને ગિરાસદાર વિશે અપમાનજનક ટિપ્પણી હોઈ ક્ષત્રિય સમાજ માં પુરષોત્તમ રૂપાલા સામે રોષની લાગણી ફેલાઇ છે તેમ જણાવી ને આવી બેહુદી ટીપ્પણી કરનાર રાજકોટનાં લોકસભા બેઠક પર નાં ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા ની ઉમેદવારી રદ ભાજપ દ્વારા કરવામાં આવે તેવી માંગણી કરી ને આ આવેદનપત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ને કેન્દ્રિય ગૃહ મંત્રી અમીતશાહ ને પાઠવવા અનુરોધ કરેલ.
પુરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલ બેહુદી ટીપ્પણી સામે ક્ષત્રિય સમાજ માં ધીમે ધીમે વ્યાપક રોષ ફેલાયો છે ને આ રોષ હવે અન્ય જીલ્લાઓમાં ને તાલુકા સ્તરે પણ રોષની લાગણી ફેલાઈ રહી છે.

Share

Related posts

ઝાલોદ મેરવાની પરિવાર દ્વારા 556 મી ગુરુ નાનક જયંતીની ઉજવણી કરાઈ

gujaratjanekta

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સાલીયા(સંતરોડ) સ્થિત જે.આર.ભાટીયા હાઇસ્કુલ ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે

gujaratjanekta

ઝાલોદ નગર કેળવણી મંડળ સંચાલિત બી.એમ સ્કૂલનું પરિણામ 89.37% અને પી.વી પટેલ. ગર્લ્સ હાઇસ્કુલનું પરિણામ 98.98% વિક્રમ જનક પરિણામ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial