Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા વર્લ્ડ હેરીટેજ સાઈટ પાવાગઢ યાત્રાધામ ખાતે ફ્રી મેડિકલ કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું!!

અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી

 

આજરોજ તારીખ ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ વર્લ્ડ હેરિટેજ સાઈટ પાવાગઢ યાત્રાધામ ખાતે મોટા પ્રમાણમાં યાત્રાળુઓ આવતા હોય જેથી નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી અસારી પંચમહાલ ગોધરા રેન્જ નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાઓની આગેવાની હેઠળ પાવાગઢ માંચી ખાતે ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા ના.પો.અધિક્ષક વી.જે.રાઠોડ તથા સી.પી.આઈ.આર.એમ.સંગાડા તથા પો.સબ.ઈન્સ.આર.જે.જાડેજા માંચી ખાતે હાજર રહી ફ્રી મેડિકલ ચેકઅપની કામગીરી કરાવવામાં આવી જેમાં બ્લડ પ્રેશર તથા ડાયાબિટીશ તથા E.C.G તથા બ્લડ ટેસ્ટ તથા આંખોના નંબર ની ચકાસણી તથા ફ્રી ચશ્મા વિતરણનું આયોજન કરવામાં આવેલ જેમાં પાવાગઢ યાત્રાધામ ખાતે આવતા ૨૧૫ યાત્રાળુઓ ની આંખોનું ચેકઅપ કરવામાં આવેલ જેમાંથી ૨૦૦ યાત્રાળુઓને ચશ્મા વિતરણ તેમજ ૨૨૫ યાત્રાળુઓની હેલ્થ ચેકઅપ મળી કુલ:-૪૪૦યાત્રાળુઓ એ ફ્રી મેડિકલ સેવાનો લાભ લીધો હતો.તેમજ તેઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

Share

Related posts

ઝાલોદ નગરના બી.એમ. હાઈસ્કૂલમાં આંખોના નિદાનનો કેમ્પ યોજવામાં આવ્યો250 થી વધુ લોકોએ આંખોની તપાસ કરાવી

gujaratjanekta

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ, રણજીતનગર ખાતે મોકડ્રિલ યોજાયુ

gujaratjanekta

ગુજરાતમાં નવી સરકારે 4 IASને અગ્ર સિચવ તરીકે, 9ને સિલેક્શન ગ્રેડમાં બઢતી આપવાનો ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીએ નિર્ણય લીધો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial