Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પંચમહાલ જિલ્લા સસ્તા અનાજ ના સંચાલકો વિરુદ્ધ જિલ્લા પુરવઠા અધિકારી ની લાલ આંખ દુકાનદારો તેમજ વેપારીઓ માં ફફડાટ!!

અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી

રિપોર્ટર:- મેહફુઝ હસન (ગોધરા)

 

 

જિલ્લા પુરવઠા અધિકારી ના એક્શન મોડ માં જિલ્લા ના સરકારી અનાજ લેનાર વેપારીઓ સામે પણ એક્શન લેવાય તેવી લોક ચર્ચાઓ એ ભારે જોર પકડ્યુ છે.

      રાજ્યના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સસ્તું સારું અને પુરતું અનાજ મળી રહે તે માટે રાજ્ય સરકાર રેશનિંગ પદ્ધતિ દ્વારા ગરીબોમાં અનાજ વિતરણ યોજના ચલાવી રહી છે, પરંતુ પંચમહાલ જિલ્લામાં આ સસ્તા અનાજના દુકાનના કેટલાક સંચાલકો ગરીબોના હિસ્સાના અનાજમાં ભારે ગોલમાલ કરી રહ્યા હોય અને જિલ્લાના ગરીબો માટેનું સરકારી અનાજ બારોબાર સગેવગે કરવાના કાળા કરતૂતનો અને કાળો કારોબાર ચલાવી રહ્યા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી જેને લઈ જિલ્લા પુરવઠા અધિકારી એક્શન મોડ માં આવ્યા હતા અને દરેક દુકાનો ની સરપ્રાઈઝ મુલાકાત પોતે લઈ રહ્યા હતા તેમજ પોતાની ટિમ દ્વારા જિલ્લાના અનેક સરકારી અનાજ ની દુકાન નો ની આકસ્મિક તપાસ કરી રહ્યા હતાં અને ગેરરીતિ આચનાર સામે પગલાં લઈ રહ્યા હતા અને હાલ પણ આ આકસ્મિક ચેકીંગ યથાવત જોવા મળી રહી છે સાથે સાથે જ સસ્તા અનાજ ના સંચાલકો સરકારી અનાજ માં ગેરરીતિ આચરતા હોય અને આજે પન ગરીબો ના હક નું જે કૂપન આપી માલ આપવો જોઈએ તે આપતા નથી અને અનાજ આપવા ની જગ્યા અમુક રૂપિયા હાથમાં પકડાવી દેવામાં આવે છે તેવી લોક ચર્ચાઓ અનેક જગ્યા ઉપર પ્રસરી જવા પામી છે.અને કોઈ અનાજ માંગે તો તેમના મરતીયા ઑ ને ઊભા કરી અને સમજાવતો કરે છે અને કહે છે કે આ સાહેબ તો કાલે જતાં રહેશે પછી શું કરશો આપણે તો કયાં અહીથીજ માલ લેવાનો છે તેમ કરી જબરજસ્તી પોતે અનાજ ખરીદે છે અને બે થી ત્રણ મહિલા ઑ સાઈડ ઉપર ઊભી રાખી અને તેઓને રોજ કામ ઉપર રાખી અનાજ નો જથ્થો ખરીદે છે જો દુકાનદારો ના સી.સી.ટી.વી ચેક કરવવામાં આવે તો તેમાં સાફ સાફ દેખાય તેમ છે હાલ પણ અનાજ નો જથ્થો દુકાન સંચાલકો જ ખરીદે છે જિલ્લા પુરવઠા અધિકારી ધ્વારા પોતાના વિશ્વાસુ સ્ટાફ ને વોચ માં મૂકવામાં આવે તો દુકાન સંચાલકો ના કારા કરતુતો સામે આવે તેમ છે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગરીબોના હકનું અનાજ હજમ કરી ડકાર નહીં લેનારા અને બારો બાર અનાજ માફિયાઓ ને અનાજ વેચાણ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં ૮ દુકાનદારો સામે પી.બી.એમ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવિ છે તેઓની યાદી નીચે મુજબ છે જ્યારે ૧૧ પરવાના કાયમી રદ કરવામાં આવ્યા છે તેઓની યાદી નીચે મુજબ છે (૧)મીનાબેન રંગિતભાઈ ગણાવા (૨) જીતપુરા-૨ રફીકભાઇ કાદીરભાઇ ઘાંચી(ગલ્લા) (૩) ચાલવડ ખત્રી અબ્દુલભાઇ કરીમભાઇ (૪) સારંગપુર નિસાર એહમદ ઇબ્રાહીમ મન્સુર (૫) ચલાલી યાકુબઅલી આહીરઅલી વોરા (૬) કાલોલ વિસંગ વિરેન્દ્રસિંહ ખેર (૭) કશનપુર મિતેશભાઈ પરમાનંદ શાહ (૮)વેગનપુર વી.કે.ગઢવી (૯) નાડા જય માતાજી પંચ જી.યુ.શક્તિ મંડળ (૧૦) રીંછીયા સલીહાબેન ઇદ્રીશભાઇ વોરા (૧૧) ઝોઝ મકરાણી મહમદ રફીક મહેબુબ અલી જ્યારે ૧૩ પર્વના મોકૂફ રાખવામા આવ્યા છે (૧) બેઢીયા જે.સી.ચૌહાણ (૨) ખટવા બી.એ.પટેલ (3) વાવ (જાબ) જીવનભાઈ બચુભાઈ (૪) સમલી સુજેલા કાસીમ અહેમદહુસેન (૫) છોડા બુ પગી ઘમીરસિંહ સોમાભાઈ (૬) પરવડી મુકેશભાઈ નાનસિંહ (૭) ખાંડીવાવ ખોજા મન્સુરઅલી ફિરોજઅલી (૮) ધોળીકુઈ સંગીતાબેન પી.રાઠોડ (૯) મેખર ઉર્મિલાબેન કલ્પેશકુમાર ડામોર (૧0) ખાબડા શારદાબેન ભરતકુમાર પટેલ (૧૧) બીલીથા કપીલાબેન પ્રતાપભાઈ બારીયા (૧૨) બિલવાણિયા ઘી આદિવાસી વિ.સ.ગ્રા.ભં.લી. (૧૩) રાણીપુરા

કનુભાઇ આર.રાઠવા સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવતા ગરીબોના હકનું અનાજ હડપ કરનાર ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Share

Related posts

ફતેપુરા નગરના સ્થાનિક  તળાવની સરકારી જમીન ઉપર જિલ્લા કલેકટરે સ્થળ તપાસ કરતાભુમાફીયા ઓમાં ફફડાટ

gujaratjanekta

દાહોદમાં ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે મંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને રન ફોર યુનિટી યોજાઈ

gujaratjanekta

ઝાલોદ સ્વર્ણિમ સર્કલ થી તાલુકા શાળા સુધી જતા બિસ્માર રસ્તામા ખાયકી થયાના ગંભીર આક્ષેપો લગાવતા નગરપાલિકા પૂર્વ કાઉન્સિલર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial