Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ધર્મ દર્શન / રાશિફળ

વડોદરાના પ્રખ્યાત United Way Of Baroda ના ગરબા ખેલૈયાઓ માટે રજીસ્ટ્રેશન શરૂ – આ રહી લિંક…

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

ગુજરાતમાં ગરબાનુ મહત્વ ખુબ વધારે છે અને તેથી જ ગરવી ગુજરાત તરીકે ઉપનામ મળ્યુ છે. ખાસ કરીને વડોદરાના ગરબાને વિશ્વ ફલક પર પહોંચાડવા માટે એનું નામ ટોચ પર આવે તેવા યુનાઈટેડ વે ના ગરબા માટે પાસ ને લઈ આજ રાતથી જ ખેલૈયાઓની આતુરતાનો અંત આવશે. આજે રાત્રે 12 વાગ્યાથી યુનાઈટેડ વે મા ગરબે ઘુમવા માટે ના પાસ મેળવવા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ વખતે યુનાઈટેડ વે દ્વારા કરવામાં આવેલી તૈયારીઓને લઈ પાસ ટૂંક સમયમાં જ ફૂલ થઈ જાય તો નવાઈ નહિ.

આ રહીં રજીસ્ટ્રેશન લીંક…

https://garba.unitedwaybaroda.org/

વડોદરા ને સંસ્કારી નગરી સાથે ગરબા નગરી તરીકે ઓળખાય છે કારણ કે આજે દુનિયાના ખૂણે ખૂણે રમતા ગરબાને વિશ્વ વિખ્યાત બનાવવામાં વડોદરાનું સ્થાન ટોચનું છે. વડોદરાના સૌથી જુના અને અતિ લોકપ્રિય યુનાઈટેડ વે ના ગરબા રમવા માટે ખેલૈયાઓનું આ વર્ષે રજિસ્ટ્રેશન આજે રાત્રે 12 વાગ્યાથી ઓનલાઇન શરૂ થશે. અન્ય ગરબા આયોજકો દ્વારા ગરબાના પાસ માટેના રજિસ્ટ્રેશન શરૂ કરાયા છે. પણ ખેલૈયાઓમાં સૌથી વધુ ઉત્સાહ અને ઉમંગ યુનાઈટેડ વે ના ગરબાને લઈ ને છે. આ આતુરતાનો આજ રાતથી અંત આવશે.

આ વેબસાઈટ પર જઈ ને ખેલૈયાઓ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. યુનાઈટેડ વે મા ગરબા રમવું એ જીવન ભર યાદ રહે તેવું સંભારણું બનીને રહેતું હોય છે.

Share

Related posts

ફાર્મા, ફૂડ, હેવી મેટલ-એગ્રિકલ્ચર ઉદ્યોગો LPG સપ્લાયની છૂટ, કેન્દ્રનો મોટો નિર્ણય, ગુજરાતના સિરામિકને ફાયદો

gujaratjanekta

કિશ્તવાડમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ભારે અથડામણ, સેનાએ હાથ ધર્યું ઓપરેશન ત્રાશી-1 – જુઓ Video

gujaratjanekta

વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં જાંબુઘોડા ખાતે જિલ્લાકક્ષાના ૭૫મા વન મહોત્સવની ઉજવણી કરાઇ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial