Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

અમદાવાદ ખાતે ભારતીય વાયુ સેનાની ૯૦મી વર્ષગાંઠ નિમિત્તે નો યોર એર ફોર્સ થીમ પર આયોજીત પ્રદર્શનને ખુલ્લુ મૂક્યું

 સંકેત પંડ્યા – એડિટર

રાજયપાલ આચાર્ય દેવવ્રતે અમદાવાદ ખાતે ભારતીય વાયુ સેનાની ૯૦મી વર્ષ ગાંઠ નિમિત્તે ઇન્ડિયન એર ફોર્સના હેડ ક્વાર્ટર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ દ્વારા ‘ Know Your Air Force’ થીમ પર આયોજીત પ્રદર્શનને ખુલ્લુ મૂક્યું હતું. 

 આ પ્રદર્શન યોજવાનો ઉદ્દેશ્ય ગુજરાતના યુવાનોને કારકિર્દી તરીકે ઇન્ડિયન એર ફોર્સમાં જોડાવવા અને ગુજરાતના લોકોને ભારતીય વાયુસેનાની ભૂમિકા અને તેના કાર્યોથી પરિચિત તેમજ પ્રેરિત કરવાનો છે.
 આ પ્રદર્શનમાં ભારતીય વાયુસેનાની શક્તિ જેમ કે એરક્રાફ્ટ, મિસાઇલ, વેપનનરી સિસ્ટમ, રડાર વગેરેનું પ્રદર્શન જોવા મળશે.
આ પ્રદર્શનના પ્રથમ દિવસે એરફોર્સ બેન્ડ દ્વારા ભારતીય વાયુ સેનાના ગૌરવશાળી ઇતિહાસને સંગીતના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ સુધી ચાલનારા આ પ્રદર્શનમાં એરફોર્સ બેન્ડ દ્વારા વિવિધ પરફોર્મન્સ પણ યોજાશે.
 આ અવસરે ભારતીય સેનાના એર ઓફિસર કમાન્ડ ઈન ચીફ એર માર્શલ વિક્રમસિંહ તરફથી રાજ્યપાલને માનદ ચિન્હ એનાયત કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શન સામાન્ય જનતા અને મુલાકાતીઓ માટે ૦૨ અને ૦૩ ઓક્ટોબર ૨૦૨૨ દરમિયાન સવારના ૧૦.૦૦ થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી અમદાવાદનાં એર કાર્ગો રોડ પર આવેલા કોમ્યુનિકેશન ફ્લાઈટ ખાતે ખુલ્લું રહેશે.
આ અવસરે એર ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ એર માર્શલ શ્રી વિક્રમસિંહ, એર વાઇસ માર્શલ રોહિત માહાજન, ભારતીય વાયુ સેનાના ઓફિસર્સ તેમજ એન.સી.સી. કેડેટ હાજર રહ્યાં હતાં.
Share

Related posts

દેવાયત ખવડ સહિત અન્ય બે આરોપીના કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા

Admin

રાષ્ટ્રીય હિન્દુ સંઘ મુખ્ય સંયોજક પૂજ્ય યોગી દેવનાથજી બાપુનું રામાનંદ પાર્ક દાહોદ ખાતે ભવ્ય સ્વાગત સન્માન!

gujaratjanekta

વડોદરાના મહેતા મેમોરિયસ પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓનો થનગનાટ : “ધમણ” ફિલ્મના સિતારાઓ ગરબે ગુમ્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial