Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને કરી ભયંકર આગાહી : જાણો વધુ

પ્રાપ્ત માહિતી પ્રમાણે

ગુજરાતના ખેડુતો ચોમાસુ ક્યારે બેસે તેની રાહ જોઈ રહ્યા છે, પરંતુ બીજી બાજુ અરબી સમુદ્રમાં વાવાઝોડા સક્રિય થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ સિવાય બંગાળની ખાડીમાં પણ વાવાઝોડું સક્રિય થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. જો બંગાળની ખાડી અથવા તો અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તો તેની સીધીજ અસર ગુજરાતના હવામાન પર અસર થતી હોય છે.

અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે અરબ સાગરમાં 3 જુનથી લઈને તારીખ 7 જૂન વચ્ચે વાવઝોડું સક્રિય થાય તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે. અને બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ તારીખ 7 જુનથી લઈને તારીખ 10 જૂનની આસપાસ વાવાઝોડું સક્રિય થાય તેવી શક્યતાઓ રહેલી છે.

અંબાલાલ પટેલે કહ્યું છે કે અરબી સમુદ્રમાં વાવઝોડું સક્રિય થશે અને બંગાળના ઉપસાગરમાં પણ વાવઝોડું સક્રિય થવાનું અનુમાન છે. બંને વાવાઝોડા એક સાથે ચાલી શકે નહીં, પરંતુ વિશિષ્ટ સ્થિતિ જોવા મળી શકે છે.

અરબી સમુદ્રમાં 3થી 7 જૂન વચ્ચે વાવઝોડું સક્રિય થશે અને બંગાળની ખાડીમાં 7થી 10 જૂન આસપાસ વાવાઝોડું સક્રિય થશે. વાવઝોડું મૃગશીર્ષ નક્ષત્રમાં જોર પકડશે. આવું ક્યારે બન્યું નથી, પહેલી વખત આવું બનશે અને વિશિષ્ટ સ્થિતિ જોવા મળશે.

તેઓના જણાવ્યા અનુસાર વાવાઝોડું એ મૃગશીર્ષ નક્ષત્રમાં જોર પકડે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. હવા માં સર્જાયેલા દબાણના લીધે બે વાવાઝોડા સક્રિય થઇ રહ્યા છે. આ વાવાઝોડાના લીધે તારીખ 7 જુનથી લઈને 11 જૂનના સમય ગાળા વચ્ચે વરસાદ પડે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તારીખ 8 જુનથી લઈને 10 જૂનમાં ભારે થી અતિ ભારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

Share

Related posts

ઝાલોદ ભીલ રાજા વસૈયા ચોક ખાતે બાપ સાંસદ રાજકુમાર રોતનુ સ્વાગત કરાયું

gujaratjanekta

આણંદમાં ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા બુથો પર વધારવા માંગ, ગત વખતે થઈ હતી મારામારી

Admin

ઝાલોદ ડી.વાય.એસ.પી ઓફિસે રથયાત્રા નિમિત્તે હિન્દુ સંગઠનો સાથે આયોજન અંગે સમીક્ષા કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial