Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ સ્પોર્ટસ

રાજકોટ ખાતે રમાયેલ મેચ દરમ્યાન યુવકે ગ્રાઉન્ડ પર દોડી આવ્યા પડધરી પોલીસે અટકાયત કરી ગુનો નોંધ્યો

રાજકોટ સ્થિત ખંડેરી ખાતે ભારત શ્રીલંકા ટી – ૨૦ મેચ ચાલતી હતી ત્યારે ચાલુ મેચ દરમ્યાન એક યુવક ગ્રાઉન્ડ પર કુદી દોડવા લાગ્યો હતો ત્યાર બાદ પોલીસ દ્વારા તે યુવકની અટકાયત કરવામાં આવી હતી અને પડધરી પોલીસ દ્વારા તે યુવક પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર રાજકોટ સ્થિત ખંડેરી પાસે આવેલ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાતો હતો તે દરમિયાન મેચ જોવા આવેલ પ્રેક્ષકોમાંથી ઉનાનો એક યુવક ચાલુ મેચે ગ્રાઉન્ડ પર કૂદકો મારી ફરવા લાગ્યો હતો ત્યારે વાતની જાણ થતા ગ્રાઉન્ડ પરનાં સિક્યોરિટીના સ્ટાફ દ્વારા યુવકને અટકાવવામાં આવ્યો હતો. અને પડધરી પેલોસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગ્રાઉન્ડ પર હાજર સિક્યોરિટી સુપરવાઈઝરે જણાયું હતું કે ભારત શ્રીલંકા વચ્ચે રમતા મેચમાં જ્યારે છેલ્લો બોલ નકહાતો હતો ત્યારે અચાનક ઈસ્ટ સાઈટ લેવલ -૧ માંથી એક યુવક પ્રેક્ષક કૂદકો મારી ગ્રાઉન્ડ પર આવી ગયો જેને આમારા ગાર્ડએ પકડી પૂછપરછ કરતા પોતાનું નામ અબ્બાસભાઈ હુસેનભાઈ ઉનડજામ જણાવ્યું હતું. પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર આવી જતા તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Share

Related posts

ફતેપુરા તાલુકાના સુખસરમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ કતલખાને જતા દશ અબોલ પશુને બચાવ્યા

gujaratjanekta

ઝાલોદ લાયન્સ ક્લબ ઈંગ્લિશ મિડીયમ સ્કૂલમાં ધોરણ નવમાં ભણતો અરમાન પ્રથમ નંબરે પાસ થતા પરિવારમાં ખુશી

gujaratjanekta

મુખ્ય નિર્વાચન અધિકારીનું ‘અવસર લોકશાહીનો’ અભિયાન નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા મિશન-૨૦૨૨ : આજથી ‘અવસર રથ’ ફરશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial