Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ શહેરમાં ચાઈનીઝ દોરીના બેખોફ ચાલતા વેપાર સામે પોલીસની લાલ આંખ.દાહોદ ઠક્કર ફળિયામાં આરતી પતંગ નામની દુકાનમાંથી રૂ.૬૮,૦૦૦/- ઉપરાંતની ચાઈનીઝ દોરીનો જથ્થો પકડ્યો…

દાહોદ શહેરમાં ચાઈનીઝ દોરીના બેખોફ ચાલતા વેપાર સામે પોલીસની લાલ આંખ.દાહોદ ઠક્કર ફળિયામાં આરતી પતંગ નામની દુકાનમાંથી રૂ.૬૮,૦૦૦/- ઉપરાંતની ચાઈનીઝ દોરીનો જથ્થો પકડ્યો…

દાહોદ બસ સ્ટેશન પાસે ઠક્કર ફળિયામાં આવેલ આરતી પતંગની દુકાનમાં દાહોદ બી ડિવિઝન પોલીસે ઓચિંતો છાપો મારી તંત્ર દ્વારા પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલ રૂપિયા ૬૮,૦૦૦/- ઉપરાંતની કિંમતની ચાઈનીઝ દોરીની નાની મોટી રીલ નંગ-૧૩૩ પકડી પાડી કબજે લઈ તે દુકાનદારની અટકાયત કર્યા નું જાણવા મળ્યું છે. ‌ ચાઈનીઝ દોરી માનવ તેમજ પક્ષીઓ માટે અત્યંત ઘાતક હોવાની બાબતને અત્યંત ગંભીરતાથી લઈ જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટે તારીખ ૪-૧-૨૦૨૩ થી તારીખ ૨૦-૧-૨૦૨૩ સુધી ચાઈનીઝ માંઝા, નાયલોન પ્લાસ્ટિક દોરી કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટિંગ કરેલ દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તેમ છતાં કલેકટરના આ જાહેરનામાની દાહોદના કેટલાક વેપારીઓ એસીતેસી કરી પોતાની દુકાનોમાં ચાઈનીઝ દોરીનું બેખોફ કરતા હોવાનું ધ્યાન પર આવતા પોલીસે આ મામલે લાલા કરી છે. તેવા સમયે પોતાને મળેલ બાતમીને આધારે દાહોદ બી ડિવિઝન પોલીસે ઠક્કર ફળિયામાં આવેલ આરતી પતંગ નામની દુકાનમાં ગતરોજ સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે ઓચિંતો છાપો મારી દુકાનમાંથી રૂપિયા ૬૮,૯૫૦/-ની કુલ કિંમતની ચાઈનીઝ દોરીની નાની મોટી રીલ નંગ-૧૩૩ પકડી પાડી કબજે લઈ આરતી પતંગ નામની દુકાનના માલિક દાહોદ મંડાવાવ રોડ પર આવેલ દયાનંદ સિંધી સોસાયટીમાં રહેતા ૫૫ વર્ષીય અશોકભાઈ તુલસીદાસ ગ્યામલાણી (સિંધી)ની અટકાયત કરી તેની સામે ઇપીકો કલમ ૧૮૮ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Share

Related posts

દાહોદ.માળી સમાજનાં પરિવારના લોકો દ્વારા ગોવર્ધન ભગવાનની પુજા કરવામા આવી.

gujaratjanekta

વીર નર્મદ દક્ષિણા ગુજરાતી યુનિવર્સિટી ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત યુવા સંવાદનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

કંબોઇ ધામ ખાતે બિરસા મુંડા જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લાઈવ કાર્યક્રમનું પ્રસારણ અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial