Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ ટોપ ન્યૂઝ ધંધાકીય જાહેરાત ધર્મ દર્શન / રાશિફળ સરકારી નોકરી/યોજનાઓ સ્પોર્ટસ

શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ: જામનગર જિલ્લા પંચાયતના કર્મચારી સામે પત્નીએ મારઝૂડની ફરિયાદ નોંધાવતા ચકચાર

જામનગરએક કલાક પહેલા

કૉપી લિંકપોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સુપરવાઇઝર સામે તેની પત્નીએ કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે, અને છેલ્લા કેટલાક સમયથી પોતાને મારકૂટ કરી ત્રાસ ગુજારતો હોવાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર શહેરના ગોલ્ડન સીટી સામે આવેલ ફુલચંદ તંબોલી ભવન એ વિંગ – 404 માં રહેતા જેસલબેન વિશાલભાઈ ત્રિવેદીએ જિલ્લા પંચાયન આરોગ્ય શાખામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો પતિ વિશાલ ત્રિવેદી વિરૂદ્ધ નાની નાની બાબતમાં ઝગડો કરી મારકુટ કરી દુખ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.

જેસલબેન ત્રિવેદીની ફરિયાદ પરથી તેણીના પતિ વિશાલભાઈ હિમંતલાલ ત્રિવેદી વિરુદ્ધ મહિલા અત્યાચાર સહિતની આઈ.પી.સી.ક્લમ 498 એ, 323 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પતિ દ્વારા લગ્ન જીવનના છેલ્લા કેટલાક સમય ગાળા દરમિયાન નાની નાની બાબતોમાં બોલાચાલી કરીને ઝઘડો કરી રહ્યો છે, અને મારકૂટ કરી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી રહ્યો છે. જેથી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસની ટીમ આગળની તપાસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે…

Share

Related posts

પંડિત મુસ્તફા દારા શિકોહની પરંપરાને આગળ વધારી રહ્યા છેરૂમી જાફરી

gujaratjanekta

વડોદરામાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી : ગેરકાયદે રેતી-બ્લેક વહન કરતા ૧ મશીન સહિત ૨ ડમ્પર મળી ૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત – જાણો વધુ

gujaratjanekta

ખુશખબર / વડાપ્રધાન મોદીએ ખેડૂતોને આપી મોટી ભેટ, ખાતરને લઈ સરકારે કરી મોટી જાહેરાત

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial