Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગાંધીનગરમાં જીત બાદ અલ્પેશ ઠાકોરને બનાસકાંઠાની જ શા માટે જવાબદારી સોંપવામાં આવી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. બનાસકાંઠાના ઈન્ચાર્જ ચરીકે  ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને  જવાબદારી સોંપવામાં આવી છે. અલ્પેશ ઠાકોરને ઉત્તર ગુજરાતમાં જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉ અલ્પેશ ઠાકોર રાધનપુરથી ચૂંટણી લડતા હતા. ખાસ કરીને આ વિસ્તારમાં ઠાકોર સમાજનું પ્રભૂત્વ વિશેષ રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને બનાસકાંઠા એ કોંગ્રેસન માટે ફળતું રહ્યું છે ત્યારે આ વખતે ભાજપે ત્યાં મોટી જીત મેળવી છે બનાસકાંઠા વિસ્તારની વાવ તેમજ વડગામ સહીતની કેટલીક બેઠકો કોંગ્રેસને ફળતી રહે છે ત્યારે બનાસકાંઠામાં  બનાસકાંઠાના ઈન્ચાર્જ ચરીકે  ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નિયુક્ત કરવામાં આવ્યા છે.

અગાઉ અલ્પેશની ઈચ્છા રાધનપુરથી ચૂંટણી લડવાની હતી પરંતુ છેવટે ગાંધીનગર દક્ષિણમાંથી ટિકિટ સંગઠને આપી હતી અને ભારે જીત બાદ હવે અલ્પેશને અન્ય એક જવાબદારી બનાસકાંઠામાં સોંપવામાં આવી છે.

આ કારણે બનાસકાંઠામાં સોંપવામાં આવી જવાબદારી 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બમ્પર જીત બાદ ભાજપની નજર હવે સ્થાનિક ચૂંટણીઓ પર છે. સીઆર. પાટીલે ગઈકાલે આગેવાનો સાથે બેઠક યોજી હતી. ગુજરાતમાં ફેબ્રુઆરી-માર્ચમાં 71 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત અને બે જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીની તૈયારીના ભાગરૂપે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે બનાસકાંઠાની જવાબદારી કેસી પટેલ અને અલ્પેશ ઠાકોરને સોંપી છે. અહીં પણ વિધાનસભાની જેમ જ ભાજપ તેનો બદદબો બનાવવા માંગે છે. ઠાકોર સમાજનું અહીં પ્રભૂત્વ વધુ હોવાથી યુવાઓમાં અલ્પેશ ખૂબ પ્રખ્યાત છે.

સીઆર પાટીલે વધુ એક વિશ્વાસ વ્યક્ત કર્યો 

આ સ્થિતિમાં હવે અલ્પેશની પણ કસોટી પણ થશે, ભાજપે જવાબદારી આપીને પણ કામગિરી ચકાસવાનું નક્કી કર્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશને કલોલ બેઠકની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. જેમાં અલ્પેશે ભાજપનો વિશ્વાસ તોડ્યો નહોતો. કલોલમાંથી ભાજપના ઉમેદવાર જીત્યા હતા. હવે પાટીલે સ્થાનિક ચૂંટણીની જવાબદારી અલ્પેશને સોંપીને વધુ એક વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Share

Related posts

દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ વિકસિત ભારતની સંકલ્પ યાત્રા નો વિરોધ કરવામાં આવ્યો.

gujaratjanekta

ઝાલોદ નગરમાં નવરાત્રીના પવિત્ર દિવસો દરમિયાન મટનની દુકાનો અને કતલખાના બંધ રાખવા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા માંગ કરાઈ

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકા દ્વારા સરકાર માન્ય પ્રતિબંધિત થેલી વાપરતા વેપારીઓ પર દંડાત્મક કામગીરી કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial