સંકેત પંડ્યા – એડિટર
ભાવનગર અને બોટાદ જિલ્લાનાં મુસાફરો માટે તા.20થી 22 ઓક્ટોબર દરમ્યાન સુરત માટે 125 એકસ્ટ્રા બસો ફાળવવામાં આવી હતી જેમાં તા. 21ને શુક્રવારથી તહેવારો શરૂ થતાં હોઈ એ દિવસે વધુ 30 બસોની ફાળવણી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર અને બોટાદ ડેપો માંથી કરવામાં આવશે જેનો લાભ બુકિંગ કરીને આઠ ડેપોમાંથી એડવાન્સ બૂકિંગ કરીને લાભ લઈ શકાશે. આમ, તહેવારોને ધ્યાને રાખીને હવે 155 એકસ્ટ્રા બસોની ફાળવણી કરવામાં આવી છે જેનો લાભ આગામી દિવાળીના તહેવારો દરમ્યાન લોકો પોતાના વતન તરફ મહત્તમ પ્રવાસ કરતાં હોઈ છે આથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગ દ્વારા તા. 20થી 22 ઓક્ટોબર દરમ્યાન સુરત માટે ભાવનગર અને બોટાદ જિલ્લાનાં ડેપો ભાવનગર, તળાજા, મહુવા, પાલિતાણા, ગારીયાધાર, ગઢડા, બોટાદ અને બરવાળાથી સુરત માટે આવતા જતાં બન્ને તરફ એસ. ટી. બસોનો લાભ લઈ શકાશે. આ બસોને ટ્રાફિકની માંગ ધ્યાને લઈ પ્રથમ દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, અમદાવાદ તરફ સંચાલન કરવામાં આવશે જેનું ઓનલાઇન બૂકિંગ પણ થશે. વધુમાં 50 જેટલા મુસાફરો એક સાથે ગ્રુપ બૂકિંગ કરાવવા ઈચ્છે તો તેઓના વિસ્તારથી બસોની ફાળવણી કરવામાં આવશે તેમ એસ.ટી.ના વિભાગીય નિયામકએમ. ડી. શુક્લએ જણાવ્યું હતુ.

