Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

રાજ્યમાં 108 એમ્બુલન્સને 1 વર્ષમાં ડિલિવરી માટે 4.42 લાખ કોલ મળ્યા, 10,065 મહિલાઓની એમ્બુલન્સમાં ડિલિવરી થઈ

વર્ષ 2022માં 108ને ડિલિવરી માટેના 4.42 લાખથી વધુ ફોન મળ્યા હતા. આ ઉપરાંત  કોરોના, હાર્ટ એટેક આવવો તેમજ કોરોના દરમિયાન વિવિધ કોલ્સ મોટી સંખ્યામાં મળ્યા હતા. ગુજરાતમાં 108ની સેવાઓ ઈમરજન્સીમાં દરેક  માટે આશીર્વાદરુપ બની રહી છે તેમાં પણ પ્રસુતિ વખતે દરેક મહિલાઓ માટે આ સેવા વધુ કારગત એટલા માટે બની છે કેમ કે, તત્કાલ હોસ્પિટલ પહોંચવામાં આવે છે. આ ઉપરાંત ક્યારેક મહિલાઓની પ્રસુતિ પણ એમ્બુલન્સમાં જ ઈમરજન્સીમાં થાય છે. જેથી ત્યાં સારવાર પણ મળી રહે છે. રાજ્યમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં 10,065 મહિલાઓની એમ્બુલન્સમાં ડિલિવરી થઈ છે.

108 એમ્બ્યુલન્સનો સરેરાશ પ્રતિભાવ સમય 17 મિનિટ 

વર્ષ 2022માં 108 એમ્બ્યુલન્સમાં મળેલા ઈમરજન્સી કોલની વિગતો જોઈએ તો સગર્ભા મહિલાઓને હોસ્પિટલમાં લઈ જવા માટે એક વર્ષમાં 4.42 લાખથી વધુ કોલ મળ્યા હતા. જેમાં 10 હજારથી વધુ મહિલાઓને એમ્બુલન્સમાં જ ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી. આ ઉપરાંત અન્ય સેવાઓ માટે મોટી સંખ્યામાં કોલ મળી રહ્યા છે. ગયા વર્ષે એટલે કે, 2022માં જે પણ કોલ મળ્યા ત્યાં તત્કાલ 108 પહોંચી છે. કુલ કોલ્સમાંથી 108 એમ્બ્યુલન્સનો સરેરાશ પ્રતિભાવ સમય 17 મિનિટ અને 10 સેકન્ડનો રહેવા પામ્યો છે.

એમ્બ્યુલન્સ સેવા હેઠળ 12,72,343 લોકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો 
વર્ષ 2022માં 108 એમ્બ્યુલન્સ સેવા હેઠળ 12,72,343 લોકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.  તેમાં પણ વિવિધ ઈમરજન્સી કોલ મળી રહ્યા છે. 2022માં કુલ 12.72 લાખ ઈમરજન્સી કોલ મળ્યા છે. જેમાં 1.45 લાખ માર્ગ અકસ્માતના કોલ મળ્યા હતા. જે ગંભીર આંકડો કહી શકાય છે. આ ઉપરાંત 55,606 હૃદય રોગ સંબંધિત કોલ મળ્યા હતા.

આ સિવાય મળ્યા આ કોલ
આ સિવાય 15921 કોલ ડાયાબિટીસ, 10118 સ્ટ્રોક, 4474 માથામાં દુખાવો થવો, 1899 ગંભીર અકસ્માત, 1728 એલર્જી, 1735 માનસિક બીમારી, 3450 કોરોના સંબંધિત છે અને અન્ય પ્રકારના 1,42,471 કોલ આવ્યા હતા. રાજ્યભરમાં 108 દ્વારા 24 કલાક સુવિધા લોકોને આપવામાં આવી રહી છે. જેને જોતા વર્ષે દિવસે 108ની સેવાઓ વધારવામાં પણ આવતી હોય છે.

Share

Related posts

અરવલ્લીમાં યમરાજાનો પડાવ: 24 કલાકમાં ત્રણ અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત, ઉમેદપુરના ખેડૂતને ખેતરમાં સાપે દંશ મારતા મોત

gujaratjanekta

ફતેપુરા પી.આઈ દ્વારા ઉતરાયણ નિમિત્તે આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

gujaratjanekta

ના હાથી, ના બુલેટ કે ના પછી રૂફટોપ કાર : આ દીકરી બગીમાં બેસીને પહોંચી લગ્નના મંડપમાં- જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial