Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સુખસર પશુ દવાખાના ખાતે મંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને પશુપાલન શિક્ષણ શિબિર યોજાઈ

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા માટે તજજ્ઞો દ્વારા આપવામાં આવી માહિતીગુજરાત સરકાર હંમેશા ખેડૂતો અને પશુપાલકોની પડખે છે :મંત્રીશ્રી રમેશભાઈ કટારાફતેપુરા. પશુપાલન શાખા જિલ્લા પંચાયત દાહોદ દ્વારા સંચાલિત પશુ દવાખાના સુખસર ખાતે મંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને પશુપાલન શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા માટે ઉપસ્થિત તજજ્ઞ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેમજ પશુપાલન વિભાગ દ્વારા આપવામાં આવતા વિવિધ લાભો અને મંજૂરી પત્રો લાભાર્થીઓને મહાનુભવના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ પશુપાલકોને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતા તેમણે કહ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓ ચાલી રહી છે આપ તમામ પશુપાલકો આ સરકારની યોજનાઓનો લાભ લઇ પોતાનો સર્વાંગી વિકાસ કરો દરેક ક્ષેત્રમાં આગળ વધી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના ૨૦૪૭નું વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરીએ, સાથે મંત્રીશ્રીએ દેશમાં ચાલી રહેલા હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત તમામ નાગરિકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે આહવાન કર્યું હતું. આ પ્રસંગે નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ ગોસાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી શંકરભાઈ અમલીયાર, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, પ્રમુખશ્રીઓ, પદાધિકારીઓ, પશુપાલન વિભાગના કર્મચારીઓ, ફતેપુરા સુખસર અને સંજેલી તાલુકાના પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

દાહોદ જિલ્લા ઝાલોદ પંચાલ યુવક મંડળની વાર્ષિક સભા રાજસ્થાનનાં સલાકડા મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવી

Admin

ઝાલોદ તાલુકાના અંતરિયાળ વિસ્તાર લીલવા ઠાકોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોબાઇલ ટીબી એ-ક્ષરે વાન દ્વારા ટીબીની તપાસ કરાઈ

gujaratjanekta

ભગવાન ગણેશને ચિત્ર દોરી અને કલર પૂરીને ગણેશ ઉત્સવ મનાવવામાં આવ્યો.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial