Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

થર્ટી ફર્સ્ટ પહેલાં પોલીસ એલર્ટ : સઘન ચેકીંગના પગલા લેવામાં આવી રહ્યાં છે

પોરબંદર જિલ્લામાં આગામી ૩૧ ડિસેમ્બરના તહેવારની વિના વિધ્ને અને શાંતિપૂર્વક ઉજવણી થાય તે માટે જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના નેતૃત્વ હેઠળ પોરબંદર પોલીસ દ્વારા અત્યારથી જ તમામ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યાં છે. પોલીસ દ્વારા ગઇ કાલેજ ૧૧ ચેકપોસ્ટ, સીસી ટીવી દ્વારા વોચીંગ, બાઇક પેટ્રોલીંગ સહિતની તૈયારીઓની જાહેરાત કરી દેવામાં આવ્યા બાદ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પહેલા વાહન ચેકીંગ ડ્રાઇવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લામાં આગામી ૩૧ ડિસેમ્બરના તહેવારની વિના વિધ્ને અને શાંતિપૂર્વક ઉજવણી થાય તે માટે જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના નેતૃત્વ હેઠળ પોરબંદર પોલીસ દ્વારા અત્યારથી જ તમામ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યાં છે.ગઇ કાલે તા.ર૮ ડિસેમ્બરના રોજ શહેર તથા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ કરવામાં આવ્્યું હતું. દારૂ પીધેલા કે નશો કરેલી હાલતમાં જણાતા શખ્સોનું બ્રિથ એનેલાઇઝર દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટ્રાફિક નિયમનો ભંગ કરતા શખ્સો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ૩૧ ડિસેમ્બર સુધી આ પ્રકારે ચેકીંગ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે.

Share

Related posts

દેસાઈવાડા તળાવ ખાતે પીપળાના વૃક્ષની હિન્દુ મહિલાઓ દ્વારા વિક્રમ સંવત ૨૦૮૧ ફાગણ વધ દશમ ઉજવવામાં આવી હતી.

gujaratjanekta

દાહોદ તાલુકાના ખરેડી જી.આઈ.ડી.સી ખાતે આવેલ સ્કીલ ડેવલોપમેન્ટ કેન્દ્ર પર ભગવાન બિરસા મુન્ડા જીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે એક દિવસીય સેમિનાર યોજાયો.

gujaratjanekta

દાહોદના ફ્રીલેન્ડગંજ વિસ્તારમાં રનિંગ કરતા દાહોદના TRBના સભ્ય છાતીમાં દુખાવો ઉપડતા મોત નીપજ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial