Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાત પંચાયત પસંદગી મંડળની ભરતી 8 મહિનાથી અટકેલી ભરતી પ્રક્રીયા પૂર્ણ કરવા ઉમેદવારોની માંગ

ગુજરાત પંચાયત પસંદગી મંડળની ભરતી વર્ગ 3ની ભરતી પ્રક્રીયા હજુ સુધી પૂર્ણ નથી થઈ. છેલ્લા 8 મહિનાથી અટકેલી ભરતી પ્રક્રીયા પૂર્ણ કરવા ઉમેદવારો દ્વારા માંગ કરવામાં આવી હતી. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-3 ની જગ્યાઓ માટે સીધી ભરતી માટે અગાઉ ઓનલાઈન અરજી ફોર્મ 30-03-2022 થી 15-04-2022 સુધી મંગાવવામાં આવ્યા હતા. આ માટે ઉમેદવારે સંબંધિત સમયગાળા દરમિયાન ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી હતી પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી આ પ્રક્રીયા પૂર્ણ નથી કરવામાં આવી.

ગુજરાત પંચાયત પસંદગી મંડળની ભરતી 8 મહિનાથી અટકેલી ભરતી પ્રક્રીયા પૂર્ણ કરવા ઉમેદવારો પંચાયત પસંદગી સેવા મંડળ પર એકઠા થયા હતા. આ ભરતીની પ્રક્રીયા પૂર્ણ કરવા તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી. મળતી વિગતોકોર્ટ કેસ થયો છે તેની જલદી ઉકેલની માંગ પણ  ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવાઓ વર્ગ 3 ની સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ ભરતીમાં મુખ્ય સેવક વર્ગ 3 ની કુલ 225 જગ્યાઓ અને ગ્રામ સેવક વર્ગ 3 ની કુલ 1571 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. અગાઉ ચૂંટણીઓ અને આચારસંહીતા હતી જે પૂર્ણ થયા બાદ ઉમેદવારો દ્વારા ઘણા સમયથી મહેનત કરવામાં આવી રહી છે. ત્યારે આ મહેનતને જોતા તેઓ જલદી આ ભરતી પ્રક્રીયા પૂર્ણ થાય તેની આશા રાખી રહ્યા છે. અગાઉ કેટલીક ભરતી પ્રક્રીયાઓ થઈ છે તો કેટલીક ભરતી પ્રક્રીયાઓ કારણોસર રહી ગઈ છે ત્યારે આ ભરતીઓ પૂર્ણ કરવા માટે રાહ જોવામાં આવી રહી છે. ઉમેદવારો નવી ભરતી પડતાની સાથે જ એક આશ લગાવીને બેઠો હોય છે ત્યારે કેટલીકવાર વિલંબ થતા મુશ્કેલી પણ સર્જાય છે.

ગુજરાતમાં એક બાજુ રોજગારીને લઈને પણ પ્રશ્નો  ઉભા થયા હતા. તેમાં પણ શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી રહી છે ત્યારે આ પ્રકારે ભરતીને લઈને પણ રાહ જોવડાવાતા યુવાનોમાં નારાજગી પણ જોવા મળી રહી છે.

Share

Related posts

નર્મદા જીલ્લામાં ધોધમાર વરસાદ : ડેમમાંથી 10 લાખ ક્યુશેક પાણી છોડાયું

gujaratjanekta

ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ ‘મોદી હૈ તો મુમકીન હૈ’ સૂત્ર સાચુ સાબિત થયું!

Admin

રાજકોટની એક હોટલમાંથી દેહવ્યાપાર કરતી મહિલાઓ પકડાઈ: આસપાસ રહેતી મહિલાઓએ કરી હતી પોલીસમાં જાણ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial