Gujarat Jan Ekta
તાજા સમાચાર
politics

વાપી નોટિફાઇડ એરિયા ઓથોરિટીની બોર્ડ બેઠકમાં લેવાયા વિકાસના વિવિધ કામોના નિર્ણયો

વાપી નોટિફાઇડ બોર્ડની બેઠકમાં ઉપસ્થિત રહેલા તમામ સભ્યો દ્વારા સર્વ સંમતિથી વિવિધ વિકાસના કાર્ય અંગે નિર્ણયો લેવાયા હતા. પ્રાપ્ત વિગત મુજબ વાપી નોટિફાઇડ બોર્ડની બેઠક નોટિફાઇડ બોર્ડના ચેરમેન સતિષભાઈ પટેલની અધ્યક્ષતામાં વાપી GIDC નોટિફાઇડ ની કચેરીમાં આવેલ કોન્ફરન્સ હોલમાં મળી હતી. આ બેઠકમાં બોર્ડના નિમાયેલા ચાર સભ્યો તથા સરકારી અધિકારીની ઉપસ્થિતિમાં ત્રણ કલાક સુધી બેઠક ચાલી હતી જેમાં મહત્વના એવા અનેક વિસ્તારોમાં વિકાસના કામો અંગે ચર્ચા વિચારણા કરી મંજૂરી આપવામાં આવી હતી વાપી જીઆઇડીસી અને નોટિફાઇડ વિસ્તારની 50 વર્ષ જૂની પીવાના પાણીની પાઇપ લાઇન જૂની થઈ ગઈ છે જેને સ્થાને અંદાજિત 50 કરોડ રૂપિયાના ખર્ચે નવી નાખવામાં આવશે તેમજ ટેન્ડર પ્રક્રિયા કરાશે જ્યારે વાપી જીઆઇડીસી અને રહેણાંક વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિને રોકવા તથા ગુનેગારોને ઝડપી પાડવા માટે જીઆઇડીસીના મુખ્ય પ્રવેશદ્વારો તથા આંતરિક રસ્તાઓ ઉપર 300 જેટલા સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવશે. જ્યારે ચણોદ કોલોની 100 શેડ વિસ્તારમાં નવી ડ્રેનેજની પાઇપલાઇન, જીઆઇડીસી અને નોટિફાઇડ વિસ્તારના તેમજ રહેણા વિસ્તારના બાકી રહી ગયેલા રસ્તાઓ નું નવીનીકરણ કરવું સાથે વાપી કોપરલી ચાર રસ્તા ગેલેક્સી હોટલથી આર. કે. દેસાઈ કોલેજ સુધીના માર્ગનું બ્યુટીફિકેશન ડિવાઇડર અને સ્ટ્રીટ લાઈટ તથા અંબા માતા મંદિર સર્કલ પાસે હાઈ માસ્ટ લાઈટ અગાઉ pwd વિભાગ દ્વારા આ કામગીરી કરવાની હતી પરંતુ જે કામગીરી હવે વાપી નોટિફાઇડ વિભાગ કરશે તેમજ હાલમાં હાઈ વોલ્ટેજ વીજ લાઈનને અંડર ગ્રાઉન્ડ કરાય છે તે ગ્રીન સ્પેસ ની જગ્યા માં ફેન્સીંગ કરાશે. જરૂર પડ્યે ત્યાં ગાર્ડન બનાવવું અથવા પે એન્ડ પાર્ક ની સુવિધા ઉભી કરવી સાથે અનેક વિકાસના કામો અંગેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજની બેઠકમાં વાપી નોટિફાઇડ બોર્ડના ચેરમેન સતિષભાઈ પટેલની અધ્યક્ષતામાં સભ્ય સુરેશભાઈ પટેલ, વીઆઇએના પ્રમુખ કમલેશભાઈ પટેલ, ચેતન્યભાઈ ભટ્ટ, શરદભાઈ દેસાઈ, વાપી જીઆઇડીસી ના ઇન્ચાર્જ ચીફ ઓફિસર દેવેન્દ્રભાઈ સગર, નોટિફાઇડના ઈજનેર તથા અન્ય સરકારી વિભાગના નોટિફાઇડ બોર્ડના નિમાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આમ હવે વાપી જીઆઇડીસી વિસ્તારમાં વર્ષોથી વિકાસના કામો ખોરંભે પડ્યા હતા તે વિકાસના કામોને નોટિફાઇડ બોર્ડના ચેરમેન સતિષભાઈ પટેલની આગેવાનીમાં વેગ મળશે તેમ જ વાપી જીઆઇડીસી અને નોટિફાઇડ વિસ્તારમાંથી ગુનાહિત પ્રવૃત્તિ જેવી કે ચોરી લૂંટ ડીઝલ ચોરી વાહન ચોરી અને મહિલાઓની થતી છેડતી ના બનાવો સીસીટીવી કેમેરા લગાવવાથી ઓછા થશે અને ગુનેગારોને ઝડપવામાં આ સીસીટીવી કેમેરાઓ મહત્વની ભૂમિકા ભજવશે

Share

Related posts

‘વોટર વિઝન 2047’: પીએમ મોદીએ જળ સંરક્ષણ માટે આપ્યા અનેક મંત્ર, કહ્યું- મનરેગા હેઠળ પાણી પર મહત્તમ કામ કરવું જોઈએ

gujaratjanekta

રાહુલ ગાંધીના સમર્થનમાં દેશભરમાં કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન: રાજઘાટ પર દિગ્ગજ નેતાઓનો જમાવડાની સાથે ઠેર-ઠેર ‘સત્યાગ્રહ’

gujaratjanekta

અપક્ષ ધારાસભ્યો ભાજપમાં જાડાવવા માટે પગથિયાં ઘસી રહ્યાં છે. .

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial