Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ યોજાઈ, આ ધારાસભ્યોએ લીધા સંસ્કૃતમાં શપથ

ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા 182 ધારાસભ્યોની આજે શપથવિધિ યોજાઈ હતી. ગુજરાતની 15મી વિધાનસભાના આ મંત્રીઓએ ચાર્જ સાંભળી લીધો છે અને આજે ગાંધીનગર વિધાનસભા ભવનમાં તમામ ધારાસભ્યો શપથ ગ્રહણ કર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલની પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂંકે કરીને તેમને શપથ લેવડાવ્યા હતા. આ પછી વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલ તમામ ધારાસભ્યોને શપથ અપાવ્યા.

સૌથી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા. આ પછી મંત્રીમંડળ ધારાસભ્યોએ વારાફરતી ધારાસભ્ય પદના શપથ લીધા. મંત્રીમંડળના શપથ લેવાઈ ગયા બાદ મહિલા ધારાસભ્યોએ ધારાસભ્ય પદના શપથ લીધા. ત્યારબાદ અન્ય ધારાસભ્યો એક બાદ એક ધારાસભ્ય પદના શપથ લીધા. વિધાનસભામાં ભાજપના 156 ધારાસભ્યએ શપથ લીધા, જયારે કોંગ્રેસના 17 ધારાસભ્યોએ, આમ આદમી પાર્ટીના 5 અને અપક્ષ 3 ધારાસભ્યોએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા.

તમામ ધારાસભ્યોએ પોતાની આગવી શૈલીમાં ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા. તમામ સભ્યોએ ઈશ્વરના સોંગંધ લઈને શપથ લીધા, જયારે કાલોલ સીટના ચૂંટાયેલા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે રામના નામે સોંગધ લીધા હતા. વિધાનસભામાં ફરી રામના નામનો ઉલ્લેખ થતા ચર્ચાનો મુદ્દો બન્યો હતો. જયારે વડગામ સીટ પરથી જીતેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બંધારણના સોંગધ ખાઈને શપથ લીધા.

આ ધારાસભ્યોએ લીધા સંસ્કૃતમાં શપથ 

જણાવી દઈએ કે વિધાનસભામાં 11 ધારાસભ્યોએ શપથ સંસ્કૃતમાં લીધા, જેમાં મહિલા ધારાસભ્યોમાં રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને નાંદોદના મહિલા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય 9 પુરુષ ધારાસભ્યોએ પણ સંસ્કૃતમાં શપથ લીધા. અનિરુદ્ધ દવે, અનિકેત ઠાકર, કિરીટ પટેલ, અમિત ઠાકર, દીનેશ કુશવાહ, અર્જુન મોઢવાડીયા, પદ્યુમન વાજા, શમભુનાથ તુડિયા, કનેયાલાલ કિશોરીએ સંસ્કૃતમાં શપથ લીધા.

પૂર્ણેશ મોદીએ હિન્દીમાં શપથ લીધા

વિધાનસભામાં પૂર્ણેશ મોદીએ ધારાસભ્ય પદના શપથ ગુજરાતીના સ્થાને હિન્દીમાં લીધા. પૂર્ણેશ મોદી એમ પણ હિંદીને વધુ પ્રાધાન્ય આપે છે. અગાઉ વિધાનસભામાં પૂર્ણેશ મોદીએ અનેક વાર હિન્દીમાં નિવેદનો કર્યા છે. ત્યારે આજે શપથ વિધિમાં પણ હિંદીને મહત્ત્વ આપીને હિન્દીમાં શપથ લેવાનું પસંદ કર્યું.

આવતી કાલે એટલે કે મંગળવારે વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ સત્રનું સંબોધન કરશે. જેમાં પ્રથમ બેઠકમાં વિધાનસભા અધ્યક્ષની અને ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે, જ્યારે બીજી બેઠકમાં રાજ્યપાલ સંબોધન કરશે. આ ઉપરાંત બીજી બેઠકમાં ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક, 2022 પસાર કરવામાં આવશે.

જણાવી દઈએ કે શપથ લેતાની સાથે જ ધારાસભ્યોના પગાર ભથ્થાઓ શરૂ થઈ જશે. આ માટે ધારાસભ્યોના પગાર ભથ્થાઓના બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવશે અને એ માટે વિધાનસભા પરિસરમાં જ વ્યવસ્થા કરવામાં આવી છે. એસબીઆઈના અધિકારીઓએ ધારાસભ્યોના બેંક ખાતાઓ ખોલવા માટે વિધાનસભા ખાતે કેમ્પ કર્યો છે. આજે તમામ ધારાસભ્યોના બેંક એકાઉન્ટ ખોલવામાં આવશે. આ સાથે જ તમામ ધારાસભ્યોના આઈકાર્ડ પણ આજે ઇસ્યુ થઇ જશે.

Share

Related posts

ઝાલોદ નગરમાં કથાકાર રમેશભાઈ ઓઝાના મુખે ભવ્ય ભાગવત કથાના આયોજન અંગે નગરમાં જોવા મળતો અનેરો ઉત્સાહ

gujaratjanekta

કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં હિટવેવને લઈને બેઠક યોજાઈ

gujaratjanekta

ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર :182 PSIની બદલી, જુઓ લિસ્ટ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial