Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના ટાઢાગોળા અને શારદા ગામે ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીમાર્કેશન કરાયું

પંકજ પંડિત

ઝાલોદ ચાંપતા પોલિસ બંદોબસ્ત વચ્ચે શાંત વાતાવરણમા ડીમાર્કેશન કરાયું ટાઢાગોળા અને શારદા ગામના ખેડૂતો દ્વારા વિકાસના નામે આ ડીમાર્કેશનને વિનાશ જણાવ્યું ઝાલોદ તાલુકાના ટાઢાગોળા અને શારદા ગામે એરપોર્ટ સર્વે કરેલ છે તે વિસ્તારમાં આજરોજ 16-09-2025 ના રોજ જંગલ ખાતાની જમીનનુડીમાર્કેશન પ્રક્રિયા જમીન માપણી અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. આજરોજ ટાઢાગોળા અને શારદા ગામે ડીમાર્કેશન હાથ ધરવામાં આવતા મોટા પ્રમાણમાં આજુબાજુના વિસ્તારના અસરગ્રસ્ત ( જેમની જમીનો એરપોર્ટ માપણીમા જશે તેવો ભય છે તે ) અને ખેડૂત આગેવાનો ડીમાર્કેશન થનાર છે તે સ્થળે મોટા પ્રમાણમાં ખેડૂતો પહોંચી ગયેલ હતા. હાલ જાણવા મળેલ સૂત્રો મુજબ ડોમેસ્ટિક એરપોર્ટ માટે 112 હેક્ટર જંગલ ખાતાની જગ્યા અને સરકારી 28 હેક્ટર પડતર જમીનની જગ્યાનું ડીમાર્કેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. ટાઢાગોળા ગામે ઝાલોદ ડિવિઝનના ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ, પી.આઈ ,પી.એસ.આઇ સહિત 250 કરતા વધુ પોલિસ સ્ટાફનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો. આજના ડીમાર્કેશનની કામગીરી શાંત વાતાવરણ વચ્ચે પુરી કરવામાં આવેલ હતી.
જ્યાં એરપોર્ટ બનનાર છે તે વિસ્તારના ખેડૂતો હજુ પણ પોતાની જમીનોને લઈ અસમંજસમા જોવા મળે છે. તેમજ ઉપસ્થિત ખેડૂતોએ જણાવેલ હતું આ વિસ્તારમાં જ્યાં પાયાની સુવિધાઓ પણ પૂરી નથી મળતી તે વિસ્તારમાં એરપોર્ટ બનતા આ વિસ્તારનો વિકાસ નહીં પરંતુ ખેડૂતોનો વિનાશ થશે. તેમજ ઉપસ્થિત લોકો દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ આગામી સમયમાં દરેક રાજકીય આગેવાનો સાથે બેસી ખેડૂત આગેવાનો અને પીડિત ખેડૂતો દ્વારા મીટિંગ કરવામાં આવનાર છે અને ત્યારબાદ આગળ શું કરવું છે તેની વ્યૂહરચના બનાવવામાં આવનાર છે. હાલતો આ વિસ્તારમાં વસતા આદિવાસી સમાજના ખેડૂતો જેવોનો જીવન નિર્વાહ માટેનો એક માત્ર આધાર ખેતી છે અને જો જમીન છીનવાઈ જશે તો શું કરશે તેની દુવિધામા છે તેમજ આવનાર સમયમાં મોટા આંદોલન થકી સરકાર સામે પીડિત ખેડૂતો લડી લેવા માટે તૈયાર હોવાનું જાણવા મળેલ છે.

Share

Related posts

ફતેપુરા તાલુકાના રાવળના વરુણા ગ્રામ પંચાયતમાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર

gujaratjanekta

ફતેપુરા નગરના સ્થાનિક  તળાવની સરકારી જમીન ઉપર જિલ્લા કલેકટરે સ્થળ તપાસ કરતાભુમાફીયા ઓમાં ફફડાટ

gujaratjanekta

૨૧ અભ્યાસક્રમોની બે સેશનમાં પરીક્ષાઓ : કુલ ૧૦૨ પરીક્ષા કેન્દ્રો ખાતે કુલ ૩૧,૦૯૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial