Gujarat Jan Ekta
તાજા સમાચાર
ટોપ ન્યૂઝ

‘ચીન કે અમેરિકાની જેમ નહીં… ભારતીય વિચારસરણીથી વિકાસ કરે ભારત’

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત રવિવારે મુંબઈ પહોંચ્યા હતા. અહીં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે જો ભારત ચીન કે અમેરિકા જેવું બનવાનો પ્રયત્ન કરશે તો તે તેનો વિકાસ નહીં થાય. તેમણે કહ્યું કે ભારતનો વિકાસ તેની દ્રષ્ટિ, તેના લોકોની પરિસ્થિતિઓ અને આકાંક્ષાઓ, પરંપરા અને સંસ્કૃતિ, દુનિયા અને જીવન વિશેના વિચારોના આધાર પર થશે.

‘ભારત પોતાના માટે નથી જીવતું’

તેમણે વધુમાં કહ્યું કે જો આપણા દેશને દુનિયા પાસેથી શીખવાની જરૂર છે તો આપણે ચોક્કસ શીખીશું, પરંતુ આપણે આપણા મૂળભૂત સિદ્ધાંતો અને વિચારોને વળગી રહીશું. ભાગવતે કહ્યું, ‘માણસે બીજા માટે જીવવું જોઈએ. ભારત પોતાના માટે નથી જીવતું, ભારત બીજા માટે જીવે છે. ભારતનો વિકાસ વિશ્વની જરૂરિયાત છે. અમે બધાને સાથે લઈને ચાલીએ છીએ.’

‘ભારત નકલચી નહીં બને’

ભાગવતે વધુમાં કહ્યું કે, “વિકાસ ધર્મ, સંસ્કૃતિ અનુસાર ભારતીય વિચારસરણી મુજબ કરો. ભારત નકલચી નહીં બને. ભારતનો આત્મા ધર્મ છે. સૌનો વિકાસ થયા એવા વિચાર રાખવા જોઈએ. જો આપણે વિકાસ કરીશું તો વિશ્વનો વિકાસ થશે, વિશ્વના દેશો લડશે નહીં. આ બધું કરવું હોય તો આપણે બધાએ સક્રિય રીતે કામ કરવું પડશે. જેમ જેમ ભારત મજબૂત થઈ રહ્યું છે તેમ તેમ સમગ્ર વિશ્વમાં ભારતીય લોકોની માથું આપોઆપ ઊંચું થઈ રહ્યું છે.

‘રશિયા પણ ભારતની વાત સાંભળે છે’

મોહન ભાગવતે કહ્યું, ‘રશિયા પણ ભારતની વાત સાંભળે છે અને આપણા દેશના વખાણ કરે છે. સમગ્ર વિશ્વમાં ભારતીય લોકોની ગરદન આપોઆપ ઊંચી રહી છે. આજે ભારત કહી રહ્યું છે કે યુદ્ધ બંધ કરો તો રશિયા કહી રહ્યું છે કે ભારત ખૂબ જ સારો દેશ છે, આ જ વાત પહેલા કહેતે તો રશિયા ઝાટકી કાઢતે. આપણે મજબૂત બનીશું તો ચીન, અમેરિકા અને રશિયાની જેમ ડંડો નહીં ચલાવીએ. આપણે કારણે ડંડો ચલાવનારાના ડંડા બંધ થઈ જશે.’

Share

Related posts

ઝાલોદ નગરના ભરત ટાવર થી નગરપાલિકા વિસ્તાર સુધી રોડનું નવીનીકરણ કરણ થતાં સ્થાનિક રહેવાસીઓનો વિરોધ

gujaratjanekta

જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ વિસ્તારના માઈગ્રન્ટ મતદારોને ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે વિશેષ સુવિધા

gujaratjanekta

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા ધાબળા અને સ્વેટર નું વિતરણ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial