Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સાત માસમાં મનપાના વાહનોમાં 4.16 કરોડના ઇંધણનો ધુમાડો કરવામાં આવ્યો

જુનાગઢ મનપાના અનેક વિસ્તારમાં લોકો પ્રાથમિક સુવિધા મળતી નથી પરંતુ મનપાની વિવિધ શાખાઓ દ્વારા બેફામ રીતે વાહનો દોડાવવામાં આવે છે લોકોના કામ થાય કે ન થાય પરંતુ મનપાના વાહનોના એન્જિન બંધ થતા ન હોય તેમ તારીખ 1.4.2022 થી 30.11.2022 સુધીમાં મનપાની કુલ 11 શાખાના વાહનોમાં 4,16,85,018 નો ધુમાડો કરવામાં આવ્યો છે જેમાં સ્ટેબલ શાખા નો સૌથી વધુ પેટ્રોલ ડીઝલનો 35.06 લાખનો ખર્ચ થયો છે જ્યારે બાંધકામ શાખાનો 25 લાખ વોટર વર્ક્સ શાખાનો 8.53 લાખ, ફાયર શાખાનો 14.42 લાખ, વાહન શાખાનો 5.07 લાખ, ગટર શાખાનો 5.83 લાખ, સિક્રેટરી શાખાનો 11.73 લાખ, સ્ટ્રીટ લાઈટ શાખાનો 5.36 લાખ, કેટલ પાઉન્ડ શાખાનો 1.25 લાખ, બગીચા શાખાનો 7.71 લાખ, અને મલેરિયા શાખાના 3.80 લાખ રૂપિયા ડીઝલનો ખર્ચ કરવામાં આવ્યો છે જ્યારે મલેરીયા શાખા સિવાયની 10 શાખાઓના સાત માસનો વાહનના રીપેરીંગ ખર્ચ પણ 38,17,658 થયો છે આમ આટલી રકમમાં તો નવા વાહનો આવી જાય છે જેમાં સૌથી વધુ ખર્ચ સેક્રેટરી શાખાએ લાખનો કર્યો છે આમ પ્રજાના કામ થાય કે ન થાય પરંતુ મનપાની વિવિધ શાખાઓ દ્વારા સાત માસમાં પેટ્રોલ ડીઝલનો ધુમાડો અને 38 લાખથી વધુ ન રીપેરીંગ ખર્ચ કરવામાં આવતા લોકોમાંથી અનેક સવાલો ઉઠી રહ્યા છે

Share

Related posts

દેવગઢ બારિયા કોલેજમાં પ્રો.બી.એફ મકરાણી સાહેબનો વિદાય સમારંભ યોજાયો

gujaratjanekta

કેશોદમાં પશુપાલન મંત્રીની જીત બાદ ઠેર ઠેર વિજય સરઘસ નીકળ્યું હતું

Admin

પંચમહાલ જીલ્લાના શેખપુર ગામે “રાજીન્દર આશ્રમ” નુ ઉદ્ઘાટનની સાથે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial