Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

જૂનાગઢના મધુરમ વિસ્તારમાં ચાર સિંહોએ આવીને ત્રણ ગાયોનું મારણ કરતાં ફાફડાટ

જુનાગઢ ગીરનારમાંથી અવારનવાર સિંહો ખોરાકની શોધમાં શહેરી વિસ્તારમાં આવી ચડે છે ત્યારે રાત્રે શહેરના મધુરમ વિસ્તારમાં ચાર સાવજોએ આવીને ત્રણ ગાયોનું મરણ કરતાં આજુબાજુ ના વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે જુનાગઢ શહેરના મધુરમના ભરચક વિસ્તારમાં સાઈબાબા વાળી ગલીમાં શ્રીનાથજી વિલાના મેદાનમાં રાત્રે બે વાગ્યાના અરસામાં એક સાથે ચાર સાવજો આવી ચડ્યા હતા અને મેદાનમાં સુતેલી ત્રણ ગાયોનું મરણ કરીને સિંહોએ ઢસડી જઈને મીજબાની ઉડાવી હતી. મારણ કરીને સિંહો ફરી જંગલ તરફ જતા રહ્યા હતા જે સ્થળે મારણ કરેલું હતું ત્યાં પથ્થર ઉપર લોહીના નિશાન જોવા મળ્યા હતા. આ સિંહો ધરાનગર થી ગાંધીગ્રામ ગ્રોફેડ થઈને કૃષિ યુનિ. મારફત શહેરમાં આવી ચડ્યા હતા આ અગાઉ ગાંધીગ્રામ પાદરીયા સહિતના વિસ્તારોમાં સિંહોના આટા ફેરા સામાન્ય માનવામાં આવે છે અહીંના એક રહીશે જણાવ્યું કે દીપડાઓ આવે છે પરંતુ ગત રાત્રે સિંહો પહેલી જ વાર અહીં જોવા મળ્યા છે આ અંગે વન વિભાગને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે સિંહોએ મારણ કર્યાની જાણ થયેલ છે અને હાલ સિહોર જંગલ તરફ જતા રહ્યા છે ત્રણ મારણમા એક વાછરડું માલિકીનું હતું જે અંગે ફરિયાદ મળી છે

Share

Related posts

દાહોદ શહેરની ભગવાન જગન્નાથની ૧૮મી રથયાત્રા.

gujaratjanekta

ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ..

gujaratjanekta

ઝાલોદ દાઉદી વ્હોરા સમાજ દ્વારા રાહગીરોને ગરમીમાં ઠંડક મળે તે હેતુથી લીંબુ પાણીનું વિતરણ કરી સેવાકીય કાર્ય કર્યું પી.એસ.આઈ સીસોદીયા પણ આ સેવાકીય કાર્યમા જોડાયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial