સંકેત પંડ્યા – એડિટર
વડોદરામાં અકસ્માતની ઘટના સામે આવી છે અને આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે જયારે 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વડોદરામાં એક ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. શહેરના દરજીપુરામાં આ અકસ્માતની ઘટના બની હતી. કન્ટેનર રીક્ષા અને કારને ટક્કર મારીને એરફોર્સની દીવાલમાં ઘુસી ગયું હતું. સુરતથી અમદાવાદ તરફ જતા આ કન્ટેનરે એક ફોર્ડ ફિગો ગાડીને ટક્કર મારીને રોંગ સાઈડમાં કન્ટેનર જતા સામેથી આવતી રીક્ષાને ટક્કર મારી હતી અને ત્યારબાદ આ કન્ટેનર એરફોર્સની દીવાલ તોડી અંદર ઘસ્યું હતું.
આ અકસ્માતમાં વાંદર ગામનો પરિવાર ભોગ બન્યો હતો. આ અકસ્માતમાં 4ના સ્થળ પર જ મોત નિપજ્યા હતા જયારે 2ના હોસ્પિટલમાં મોત થયા હતા.આજે મંગળવારે વડોદરામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતદેહોને છકડાના પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા. કન્ટેનર દ્વારા સર્જાયેલા અકસ્માતમાં 6 લોકોના મોટ દબાઈ જવાથી થયા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસ સ્ટાફ તેમજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

