Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

બંધ મકાનો અને તસ્કરો : પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં થઈ લાખોની ચોરીનો મામલો

સંકેત પંડ્યા – એડિટર

પાંડેસરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર ખાતે આવેલી અમીઝરા રેસીડેન્સીમાં ગત રવિવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને એક સાથે 6 મકાનોના તાળા તોડી લાખોની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. સોસાયટીના 6 મકાનમાં રહેતા રહીશો લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારે તસ્કરોએ તેમના બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા..

 સુરતના પાંડેસરા પોલીસ મથક હદ વિસ્તારમાં મકાનમાંથી ચોરી થઈ હોવાની જાણ થતા એક પરિવાર તાત્કાલિક સુરત દોડી આવ્યું હતુ અને ચોરીની ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પાંડેસરા વડોદ બમરોલી ગામ રોડ ખાતે આવેલી અમીઝરા રેસીડેન્સી સોસાયટીમાં રહેતા ભરતભાઈ કાંતીભાઈ પટેલ ટેક્ષટાઈલના ધંધા સાથે સંકળાયેલા છે. 

તેઓ સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે પરિવાર સાથે વતન ગયા હતા.તેમના પાડોશમાં રહેતા અન્ય 5 પાડોશીઓ પણ અલગ અલગ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે પરિવાર સાથે વતન ગયા છે. દરમિયાન ભરતભાઈ અને તેમના પાડોશીઓ સહિતના 6 બંધ મકાનોનો તસ્કરોએ રવિવારે રાત્રે નિશાન બનાવ્યા હતા. 

મકાનોના તાળા તોડી તસ્કરો ભરતભાઈના મકાનમાંથી રૂ.93 હજારની કીમતના સોનાચાંદીના દાગીનાની ચોરી કરી તેમજ તેમની પાડોશમાં રહેતા પરિવારોના મકાનોમાંથી પણ રોકડ અને દાગીના સહિતની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ કેસમાં પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Share

Related posts

PMનો આજે પ્રથમ કાર્યક્રમ સુરતમા : 3400 કરોડ કરતાં વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરી સુરતને સમર્પિત કરશે

gujaratjanekta

બેંક ઓફ બરોડા સુખસર શાખા માંથી ખેત ધિરાણ મેળવવા લાંબા સમયથી રાહ જોતા ધરતી પુત્રો* લાંબા સમયથી ખેત ધિરાણ માટે ખેડૂતોએ આપેલ ફાઈલોનો વહેલી તકે ન્યાય મેળવવા ખેડૂતોની માંગ

gujaratjanekta

સંજેલી તાલુકામાં ભારે વરસાદમાં નુકસાન થી બંધ થયેલ વીજ પુરવઠા અને તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી ફરી લાઈનો શરૂ કરતી વિદ્યુત વિભાગની ટીમો .

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial