Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ટ્રેલરે રોડની સાઈડમાં ઉભેલા બે વાહનોને અડફેટે લેતાં એકનું મોત

સંકેત પંડ્યા – એડિટર

અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ટ્રેલરે રોડની સાઈડમાં ઉભેલા બે વાહનોને અડફેટે લેતાં એકનું મોત નડિયાદ નજીકથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગત મોડીરાત્રે એક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. અમદાવાદ તરફથી પુરપાટે આવતા ટ્રેલરે હાઈવેની સાઈડમા ઉભેલા બે વાહનોને ટક્કર મારી હતી. જેમાં એક વ્યકિતનું સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું છે. આ મરણજનાર વ્યક્તિ પોતાના વાહનમા પંક્ચર પડતાં જેક ચઢાવી ટાયર બદલતા હતા તે દરમિયાન જેક ચઢાવતી વખતે જ આ ટ્રેલરે ટક્કર મારી છે. જોકે આ પહેલા આ ટ્રેલરે આ પંક્ચર પડેલ વાહનની પાછળ ઉભેલા એક વાહનને પણ ટક્કર મારી હતી. નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. શેઢી નદી નજીક અરેરા ગામની સીમમાં થયો અકસ્માત નડિયાદ પાસેથી પસાર થતા અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ગત મોડી રાત્રે અશોક લેલન દોસ્ત ગાડી નંબર (GJ 09 AU 4538) વડોદરા જઈ રહી હતી. આ દરમિયાન આ વાહનના પાછળના વ્હિલમા પંક્ચર પડતા ચાલક દિનેશ ભરતસિંહ રાઠોડ (ઉ.વ.30) પોતાનુ વાહન હાઈવેની સાઈડમાં શેઢી નદી નજીક અરેરા ગામની સીમમાં વાહન ઉભું રાખ્યું હતું. પાછળ આવતા પ્રાંતિજના કીસ્મતજી બકાજી મકવાણા પોતાનું વાહન મહેન્દ્ર પીકઅપ ગાડી લઈને આવતાં હતાં. તેથી તેઓએ ઉપરોક્ત અશોક લેલન પાછળ પોતાનું વાહન નંબર (GJ 09 AU 4195) ઉભુ રાખી મદદે આવ્યા હતા. દિનેશભાઈ રાઠોડ પોતાના વાહનને જેક ચઢાવી ટાયર બદલતા હતા. નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો આ દરમિયાન અમદાવાદ તરફથી પુરપાટે આવી રહેલ ટ્રેલર નંબર (MH 46 AF 7252)એ સૌપ્રથમ મહેન્દ્ર ગાડીને ટક્કર મારી હતી જે પછી ઉપરોક્ત અશોક લેલનને ટક્કર મારી હતી. આથી જેક ચઢાવતા દિનેશભાઈ રાઠોડને શરીરે ગંભીર ઈજા થતાં તેઓનું સ્થળ પર જ મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે મૌલિકભાઈ અરુણભાઈ ખમારે નડિયાદ ગ્રામ્ય પોલીસને જાણ કરતાં પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Share

Related posts

દાહોદ જિલ્લાનાં ધાનપુર તાલુકાના નાકટીમાં આપ પાર્ટીના ઉમેદવારે મિટિંગ યોજી

gujaratjanekta

ગાંધીનગર ટાઉનહોલખાતે ઉત્કર્ષ ચેરીટ્રેબલ ટેસ્ટ દ્વાર બ્રાહ્મણ ના દીકરા દીકરી ઓને જર્મન અભ્યાસ ઉચ્ચ અભ્યાસ તથા જોબમા

gujaratjanekta

દાહોદ જિલ્લા એલ.સી.બી પોલીસે ઝાલોદ ખાતે થી જ્યુપિટર ગાડી સાથે 50,160 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપ્યો જ્યુપિટર પર સવાર બે વ્યક્તિ ફરાર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial