સંકેત પંડ્યા – એડિટર
પ્રથમ વખત ઈવીએમ લઈ જતા વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે. ખાસ કરીને આણંદ જિલ્લામાં ઈવીએમ લઈ જતા વાહનો પર નજર રાખવા આણંદમાં કંટ્રોલરુમ ઉભો કરાશે. સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર વોટિંગ મશીન બદલવાની ફરિયાદો મળતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર આણંદમાં પણ અલગ-અલગ વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. તે તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી રહ્યા છે. આ વાહનો પર અધિકારીઓ દ્વારા નજર રાખવામાં આવશે.
1 અને 5 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. છેલ્લી છ ટર્મથી મતદાન માટે ઈવીએમ મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. મતદાન મથક પૂર્ણ થયા બાદ જે વાહનોમાં EVM અને VVPAT મશીનો લેવામાં આવે છે. વિધાનસભાની ચૂંટણી સંપૂર્ણ પારદર્શિતા રીતે અને સુખમય રીતે પૂર્ણ થાય તે હેતુથી ચૂંટણીપંચ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે ત્યારે આ વખતે પણ સઘન કામગિરી કરવામાં આવશે.
ભૂતકાળમાં વિરોધી પાર્ટીઓના એવા આક્ષેપો થયા છે કે, તે વાહનોને રાત્રે અટકાવી દેવામાં આવ્યા હતા અને ઈવીએમ મશીનો બદલવામાં આવ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ આ સમસ્યાના નિરાકરણ માટે વિધાનસભાની ચૂંટણીમાં ઈવીએમ મશીન લઈ જતા તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવા જઈ રહ્યું છે.આ માટે આણંદ જિલ્લા કક્ષાએ જીપીએસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવી રહ્યો છે. જે દરેક ગતિવિધીઓ પર ધ્યાન રાખશે.

