Gujarat Jan Ekta
તાજા સમાચાર
ધંધાકીય જાહેરાત

Twitter અને Facebook બાદ હવે આ કંપની કર્મચારીઓને નોકરી પરથી કરશે છૂટા

 સંકેત પંડ્યા – એડિટર

Twitter અને મેટા (Facebook)માં કર્મચારીઓને નોકરી પરથી છૂટા કર્યા બાદ, હવે વિશ્વની સૌથી મોટી ઓનલાઈન રિટેલ સ્ટોર કંપની એમેઝોનના કર્મચારીઓ પણ તેમની નોકરી ગુમાવવાના જોખમમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એમેઝોન પણ તેના કર્મચારીઓની છટણી કરી રહી છે. કંપનીએ પહેલાથી જ નવા કર્મચારીઓની ભરતી કરવાનું બંધ કરી દીધું છે. કંપનીના નાણાકીય પડકારોને ધ્યાનમાં રાખીને, ભરતી પ્રક્રિયા હાલમાં મોકૂફ રાખવામાં આવી છે. જણાવી દઈએ કે, આ પહેલા Facebookની પેરન્ટ કંપની મેટા પોતાના 11000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી ચૂકી છે.

યુએસ ટેક્નોલોજી અને ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોને વૈશ્વિક મંદીના ભય વચ્ચે બિન-નફાકારક ખર્ચ ઘટાડવાની શરૂઆત કરી છે. એમેઝોનના ટોચના એક્ઝિક્યુટિવ દ્વારા મોકલવામાં આવેલા આંતરિક મેમો અનુસાર, કંપનીએ ગત સપ્તાહે નોકરી પર રોક લગાવવાની જાહેરાત કરી હતી. આ બાદ અટકળો શરૂ થઈ ગઈ છે કે કંપની તેના કર્મચારીઓની સંખ્યામાં પણ ઘટાડો કરી શકે છે.

એમેઝોનમાં કામ કરતા સોફ્ટવેર એન્જિનિયર જેમી ઝાંગે LinkedIn પર તેના કનેક્શન્સની માહિતી આપી હતી કે તેને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. અન્ય એક ભૂતપૂર્વ કર્મચારીએ એમ પણ કહ્યું કે કંપનીની આખી રોબોટિક્સ ટીમને પિંક ચિટ આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે LinkedInના ડેટા અનુસાર, કંપનીના રોબોટિક્સ વિભાગમાં ઓછામાં ઓછા 3,766 લોકો કાર્યરત છે. તેમાંથી કેટલાને દૂર કરવામાં આવ્યા છે તે હજુ સ્પષ્ટ નથી.

Share

Related posts

બજેટ મંજૂર: ચાણસ્મા તાલુકા પંચાયતનું 96.36 લાખનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું

Admin

વડોદરા શહેરમાં ઘર ખરીદવુ બન્યુ હવે સહેલુ – ઝિલિયન ગ્રુપના બિલ્ડર આપે છે આકર્ષક ઓફર – જુઓ VIDEO

gujaratjanekta

બિગ બ્રેકિંગ: ગુજરાતની સ્કૂલોમાં ધોરણ 6થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણાવાશે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત નિર્ણય

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial