Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક આયોજન અંગે સોમનાથ મહાદેવ મંદિર સમિતિની બેઠક યોજાઈ

પંકજ પંડિત

ઝાલોદ નગરમા આવેલ સોમનાથ મહાદેવ મંદિર અતિ પ્રાચીન અને પૌરાણિક છે. નગરના ભક્તો આ મંદિર પર અતૂટ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે. નગરમાં શ્રાવણ માસ નિમિતે દર વર્ષે આ મંદિરમાં અલગ અલગ ધાર્મિક પ્રોગ્રામો સહુના સહિયારા આયોજન થકી યોજાતા હોય છે. આ વર્ષે શ્રાવણ માસ 25-07-2025 થી 23-08-2025 તારીખ સુધીનો છે તો આ સમય દરમ્યાન સોમનાથ મહાદેવ મંદિરે કયા અને કેવા ભક્તિભાવ વાળા ધાર્મિક પ્રોગ્રામનુ આયોજન કરવું તે માટે 21-07-2025 ના રોજ સોમનાથ મહાદેવ મંદિરે બેઠક યોજાઈ હતી.
આજની બેઠકમાં શ્રાવણ માસ દરમ્યાન નગરની ભવ્ય કાવડ યાત્રા, સુંદરકાંડ,ભજન સત્સંગ, સોમનાથ ભગવાનની ભવ્ય શોભાયાત્રા , લઘુયજ્ઞ ,મહાપ્રસાદ તેમજ શ્રાવણ માસ દરમ્યાન મંદિરમાં પાણી, દૂધ, બીલીપત્રની વ્યવસ્થા, સોમનાથ મહાદેવ મંદિરે થાળ ધરાવવો, દરરોજ સંધ્યા આરતીમાં મોટા પ્રમાણમાં ભક્તો જોડાય તેમજ દર સોમવારે ભગવાનનો વિશેષ શણગાર તેમજ સમૂહ આરતીનુ આયોજન જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી ધૂમધામ થી ધાર્મિક વાતાવરણ વચ્ચે નવા નવા ધાર્મિક આયોજન કરી શ્રાવણ માસ ઉજવવા માટે ઉપસ્થિત સહુ લોકોએ તન મન ધન થી સોમનાથ મહાદેવ મંદિર સમિતિને સંમતિ આપી હતી.

Share

Related posts

આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર : હોસ્પિટલના ડોક્ટરનો લૂલો બચાવ – જાણો વધુ

gujaratjanekta

ઈરાની સેનાની બેશરમી, મહિલાઓના ચહેરા, સ્તન અને પ્રાઈવેટ પાર્ટ પર મારી રહી છે ગોળી

Admin

ઝાલોદ પોલીસ સ્ટેશનમાં દશેરા નિમિતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial