Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

પોરબંદર પોલીસ દ્રારા દિવાળી તહેવાર પુર્વે ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું

 સંકેત પંડ્યા – એડિટર

પોરબંદર પોલીસ દ્રારા દિવાળી તહેવાર પુર્વે બંગડી બજાર તથા ગીચ વિસ્તારમાં SHE TEAM સાથે રાખી ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું તેમજ મહિલાઓને ખીસ્સા કાતરૂઓથી સાવધાન રહેવા સમજ કરવામાં આવી.

પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની સાહેબની સુચના મુજબ તથા પોરબંદર શહેર નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ કિર્તીમંદિર પો.સ્ટે.ના PIતથા મહિલા પો.સ્ટે.ના PI તથા ટ્રાફિક શાખાના PSI. નાઓ દ્રારા પોતાનો પોલીસ સ્ટાફ તથા SHE TEAM સાથે રાખી  દિવાળી તથા નુતન-વર્ષના તહેવાર પુર્વે સોની બજાર, બંગડી બજાર, એમ.જી.રોડ, જેવા ગીચ વિસ્તારોમાંથી મહિલાઓ દ્રારા ખરીદી કરવામાં આવતી હોય જે અન્વયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુથી તથા મહિલાઓની સુરક્ષાને ધ્યાને લઇ સઘન ફુટ પેટ્રોલીંગ કરવામા આવ્યું. તેમજ મહિલા પો.સ્ટે.ના PI આર.એમ.રાઠોડ દ્રારા મહિલાઓને ખરીદી કરતા સમય દરમ્યાન કોઈ ખીસા કાતરૂ કે કોઇ છેડતી બનાવ બને તો તાત્કાલીક ૧૦૦ કે ૧૮૧ ઉપર જાણ કરવા સમજ કરેલ તેમજ મહિલાઓમાં જાગૃતિ લાવવા તેણીઓને માહિતગાર કરવામાં આવ્યા. તેમજ જીલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિક્ષક પોરબંદરનાઓની સુચના મુજબ “SHE TEAM” દ્રારા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું.

Share

Related posts

તા.૦૫/૦૮/ર૦ર૩ ના રોજ દાહોદ જીલ્લાના દે.બારીયા ખાતે ૭૪ માં જીલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાશે

gujaratjanekta

ઝાલોદ તાલુકાની આંગણવાડીઓમા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

સૂરત વિસ્તારના દિવ્યાંગજનો માટે મોબાઈલ કોર્ટનું આયોજન કરવા માં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial