Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News

દિવાળી અગાઉ પીએમ મોદીનો ગુજરાતમાં આ રહેશે ખાસ પ્રવાસ, સૌરાષ્ટ્રમાં પર પ્રભાવ પડશે

 સંકેત પંડ્યા – એડિટર

દિવાળી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ યોજવામાં આવી રહ્યો છે. 19 ઓક્ટોબરે વડાપ્રધાન સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. પીએમનો આ પ્રવાસથી બીજેપી માટે મહત્વનો સાબિત થશે. કેમ કે, ગત વખતે કાઠીયાવાડમાં બીજેપીને મોટું નુકશાન સીટોને લઈને થયું હતું. ત્યારે બીજેપી આ વખતે પ્રચાર કરી રહી છે. જેમાં ગૌરવ યાત્રા બાદ વડાપ્રધાનનો રાજકોટ પ્રવાસ પણ યોજવા જઈ રહ્યો છે. 

વડાપ્રધાન ચૂંટણી પહેલા રાજકોટથી રોડ શો કરશે. રાજકોટ એરપોર્ટથી આ રોડ શો યોજવામાં આવશે. અર્બન હાઉસિંગ કોન્કલેવમાં પણ તેઓ હાજરી આપશે. વડાપ્રધાનના પ્રવાસને લઈને તૈયારીઓ તેજ કરાઈ છે. મેયર બંગ્લોમાં આ મામલે મહત્વની એક બેઠક પણ મળી હતી. રાજકોટમાં 19 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતમાં સૌરાષ્ટ્રનો પ્રવાસ પીએમનો મહત્વનો સાબિત થશે. ગત વખતની ચૂંટણીમાં ધોરાજી, ટંકારા, જસદણ, જામજોઘપુર, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, સોમનાથ, ઉના, તાલાલા, કોડીનાર, કાલાવડના ફાળે કોંગ્રેસને બેઠકો મળી હતી ત્યારે આ વખતે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા બીજેપી દ્વારા પ્રચંડ પ્રવાસ થઈ રહ્યો છે. 

 

– 2012માં બીજેપીનું પલળું રહ્યું હતું ભારે 

બીજેપી 35
કોંગ્રેસ 15
અધર 03

– 2017માં કોંગ્રેસનું પલળું રહ્યું હતું ભારે 

બીજેપી 23
કોંગ્રેસ 30
અધર 01

Share

Related posts

સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા નગરજનોનેસરકારવિવિધકલ્યાણકારી યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કરાયો

gujaratjanekta

કર્ણાટકના ચામરાજનગરથી 24મા દિવસે પદયાત્રા શરૂ, રાહુલ સતત સાધી રહ્યા છે સરકાર પર નિશાન

gujaratjanekta

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર : સાત તબક્કામાં મતદાનની સાથે 4 જુને પરિણામ થશે જાહેર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial