Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

વડોદરા શહેરના નિઝામપુરામાં રેસિડેન્સીયલ વિસ્તારમાં આવેલ ઇરીગેશનની ઓફિસમાં આગ લાગી

 સંકેત પંડ્યા – એડિટર
વડોદરા શહેરના નિઝામપુરા મુલજીનગરમાં 14-બી, નંબર ગ્રાઉન્ડ ફ્લોર સહિત ચાર મજલી બિલ્ડીંગ આવેલું છે. આ બિલ્ડીંગમાં મહિન્દ્રા EPC ઇરીગેશનની ઓફિસ આવેલી છે. આ ઓફિસના માલિક ચિંતકભાઇ ઠક્કર છે. અને મેનેજર તેજસભાઇ જોષી છે. આ બિલ્ડીંગના પ્રથમ માળે ઓફિસ આવેલી છે. ઇરીગેશનની આ ઓફિસમાં વહેલી સવારે લગભગ 7.30 પહેલાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડને 7-30 વાગે કોલ મળતા તુરતજ 20 લાશ્કરો સાથે સ્થળ પર દોડી ગયા હતા. અને આગ વધુ પ્રસરે તે પહેલાં પાણી મારો ચલાવી આગને કાબુમાં લઇ લીધી હતી. આ બિલ્ડીંગની બાજુમાં રેસિડેન્સીયલ કોમ્પ્લેક્ષ પણ આવેલું છે. જોકે, આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. આગના આ બનાવમાં ઓફિસનું તમામ ફર્નીચર, એ.સી., તેમજ દસ્તાવેજો બળીને ખાક થઇ ગયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પરંતુ, અનુમાન છે કે, શોર્ટસરકીટના કારણે આગ લાગી છે. તપાસ દરમિયાન આગનું ચોક્કસ કારણ બહાર આવશે. ઓફિસમાં ફાયર સેફ્ટીની સુવિધા હતા. પરંતુ, વહેલી સવારે આગ લાગી હોવાના કારણે ફાયર સેફ્ટીની સુવિધા કામ લાગી ન હતી. આગ લાગતા ઓફિસના માલિક સહિત કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
Share

Related posts

સ્વામિનારાયણ સંપ્રદાયનો ૨૨૧ મો સ્થાપના દિન: ૭૫ કુંડી યજ્ઞની યજ્ઞશાળાનું આયોજન

Admin

ઝાલોદ તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સારમારીયાના સરપંચશ્રી વનરાજભાઈ ડામોર દ્વારા ટીબીના દર્દીઓને પોષણ કીટનું કરાયું વિતરણ

gujaratjanekta

દાહોદના આદિવાસી પટેલિયા સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કરાતી અનોખી પહેલ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial