Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પત્રકાર એકતા પરિષદની માંગણીઓ સ્વીકારવા જાહેરાત કરી – જુઓ VIDEO

સંકેત પંડ્યા – એડિટર

ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર દિલ્હી ના C.M કેજરીવાલને આવકાર મળી રહ્યો છે ત્યારે વધુમાં ભાવનગર ખાતે આમ આદમી પાર્ટી નો જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ આઇ.ટી.સેલ અધ્યક્ષ શ્રી સમીરભાઈ બાવાણી દ્વારા શ્રી અરવિંદ કેજરીવાલ સમક્ષ પત્રકારો ના પ્રશ્નો અંગે ચર્ચા કરવા માંગ કરતા શ્રી સમીરભાઈ બાવાણી દ્વારા પત્રકાર એકતા પરિષદ અંગે ટૂંકી માહિતી આપી પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા ને માઇક સુપ્રત કર્યું હતું.

પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દ્વારા શ્રી અરવિંદ કેજરીવાલ ને પત્રકાર એકતા પરિષદની કામગીરીથી અવગત કરાવી અને સરકાર સમક્ષ રજૂ કરેલી માંગણીઓ જણાવી હતી અને અને જો આમ આદમી પાર્ટીની સરકાર બને તો આપની સરકાર દ્વારા પત્રકારો ને શું સુવિધાઓ અને લાભ આપવામાં આવશે તે અંગે પ્રશ્ન કર્યો હતો.

શ્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પત્રકાર એકતા પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયાની વાતની ગંભીરતા પૂર્વક નોંધ લઈ આપની સરકાર બનતા પત્રકારો ને જે કાંઈ લાભો પાછલા વર્ષોમાં મળતા હતા તે લાભો ફરી શરૂ કરવા અંગે જાહેરાત કરી હતી અને બીજા કેવા પ્રકારના ના લાભો પત્રકારોને આપી શકાય તે માટે પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રીને ચર્ચા માટે આમંત્રણ આપ્યું હતું.

Share

Related posts

વી ક્લબ ઓફ વન્ડર વુમન અને સદવિચાર પરિવાર દ્વારા ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

જિલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ની ઉપસ્થિતિમાં હાયપર ટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

દાહોદ સેવા સદન ખાતે કેટરીંગના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની મીટીંગ યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial