Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

જીલ્લામાં ડુપ્લિકેટ મહેંદી વેચવાનું કૌભાંડ : સંતરામપુરથી રેલો ગોધરાના વેપારી સુધી ! – જાણો વધુ

સાહિલ શેખ – પત્રકાર

મહીસાગર જીલ્લાના સંતરામપુર નગરમાં મુખ્ય બજારમાં ધર્મસાની બાજુમાં અંબિકા પૂજા સ્ટોર નામની દુકાન વર્ષોથી ચાલી રહી છે. આજ રોજ અમદાવાદના વેપારી અને સેલ્સમેન અચાનક સંતરામપુરમાં તપાસ દરમિયાન અમીરભાઈ દીદારભાઈ સરાણી કે જેઓ પ્રોડક્શન અને એજન્સી મહેંદીની ધરાવે છે. સંતરામપુરમાં ડુપ્લિકેટ મહેંદીનું વેચાણ કરતા નરેન્દ્રભાઈ શાંતિલાલ પાલીવાવ વેપારીની દુકાનમાં ઇમ્પેક્ષ કંપનીની ZEBA Zulf e Heena નામના માર્કા વાળી મહેંદીના પાઉંચના ડુપ્લિકેટ પેકેટ નંગ 74 મળી આવ્યા હતા. જેમાં એક પેકેટની કિંમત ₹ ૧૦૦ લેખે ગણતરી મારતા ₹ 7400 નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો. અમદાવાદ કંપનીના મેનેજરે સ્થળ ઉપર આવી તપાસ કરતા અમદાવાદનું પેકિંગ અને અન્ય ડુપ્લિકેટ પેકિંગ બન્ને દેખાવમાં સરખા દેખાતા હતા પરંતુ અંદરથી પાવડરની તપાસ દરમિયાન બંને વસ્તુ અલગ જોવા મળી રહી હતી.

આ અંગેની સઘન તપાસ અને પૂછપરછ કરતા આ ડુપ્લિકેટ માલ ગોધરાના એક વેપારી પાસેથી લીધેલો હોવાનું જાણવા મળ્યું હતું. પૂજા અંબિકા સેલ્સના વેપારીની સંતરામપુર પોલીસે અટકાયત કરી કસ્ટડીમાં મૂકવામાં આવ્યો હતો. પરંતુ પંચમહાલ અને મહીસાગર જીલ્લાના અન્ય તાલુકા તેમજ સંતરામપુર તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં નામચીન પ્રોડક્ટના નામથી ડુપ્લિકેટ માલના વેચાણનું પ્રમાણ વધુ પડતુ જોવા મળી રહ્યું છે તથા ગ્રામ્ય વિસ્તારોમાં હોલસેલ વેપારીઓ ઘરે-ઘરે ડીલેવરી કરીને આવી ડુપ્લિકેટ પ્રોડક્ટનું વેચાણ વધારી રહ્યા છે. સંતરામપુરમાં હર્બલ, સ્પેરપાર્ટ, ડીટરજન્ટ પાવડર, ભળતા નામથી સાબુ વિગેરે સંખ્યાબંધ ચીજવસ્તુઓનું હજુ પણ માર્કેટમાં ધૂમ ડુપ્લિકેટ વેચાણ થઈ રહ્યું છે.

જીલ્લા પોલીસ તંત્ર દ્વારા જો સઘન તપાસ કરવામાં આવે અને દરેક દુકાનોની તપાસ કરાય તો ઘણી બધી ચીજ વસ્તુઓનો ડુપ્લિકેટ માલ તેમજ એક્સપાઇડેટ વાળો બેનંબરી માલ ગોધરા તેમજ સંતરામપુર શહેરના દુકાનદારોના ગોડાઉનો માંથી બહાર આવી શકે તેમ છે. હવે જોવાનું એ રહ્યું કે શું પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર લુટ ચલાવી રહેલા વેપારીઓને ત્યાં તપાસ કરશે કે નહી ?

Share

Related posts

સંતરામપુરમાં ગટરોની નિયમિત સાફ સફાઈનો અભાવ : ગટરોનું પાણી રસ્તા ઉપર ફરી વળ્યું

gujaratjanekta

જુનાગઢની ગિરનારની લીલી પરિક્રમાની જેમ બરડા ડુંગરમાં પણ દિવાળી પછી લીલી પરિક્રમા યોજાય છે

gujaratjanekta

સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા, સંજેલીમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકાશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial